તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજામાં ધાબોડિયો વરસાદ જેસરમાં નોંધપાત્ર ઝાપટું પડ્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 4 સપ્ટેમ્બર

સમગ્રભાવનગર જીલ્લામાં આજે અંધારેલાં વાદળો અને આછી ઝરમર વર્ષાભાસવાળા વાતાવરણ મધ્યે જેસર અને તળાજા, એમ બે તાલુકા�ઓમાં સારો એવો વરસાદ પડી ગયો. બાકી સમગ્ર જીલ્લામાં હમણા આવશે, હમણા આવશે વાળી લોકઆશા વિફળ નિવડી હતી.

ગઇ કાલનું ભાવનગર જીલ્લાનું 34 ડીગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન આજે 2 ડીગ્રી જેટલું ઘટીને 32.4 થઇ ગયું હતું. ગઇ કાલની 16 પ્રતિકલાકની પવનની સરેરાશ ઝડપ પણ આજે ઘટીને 10 કિમી પ્રતિકલાક થઇ ગઇ હતી. ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે એક બંધિયારપણાનો અહેસાસ અને આછી છણપણ સમાંતરે રહ્યા હતાં. સ્થિતિ વચ્ચે સમગ્ર જીલ્લાની વરસાદી ખામોશી છતાં તળાજામાં આજ સવારથી ભારે ઉકળાટ બાદ બપોરના સમયે એકાએક વાદળો ચડી આવતાં અર્ધા કલાકમાં 26 મીમી વરસાદ પડી ગયો હતો. સાંજના સમયે પણ ઝરમર વર્ષા શરૂ રહી હતી. તળાજા આસપાસના ગામડાં પણ સાથે મેઘકૃપાને પાત્ર બનતાં ખેડૂ�ઓ આનંદથી �ઓળઘોળ થયા હતા. સાથે પણ ખબર છે કે તળાજાની જેમ પરંતુુ તેનાથી થોડી �ઓછી માત્રમાં જેસર તાલુકો પણ જળકૃપાને પાત્ર બનતાં આજે 7 મીમી વરસાદ તાલુકામાં પડ્યો હતો. જીલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમ અનુસાર સિવાય જીલ્લામાં આછી છણપણને બાદ કરતાં વરસાદ જેવું ખાસ કશું નથી.

જિલ્લામાં બાકી બધે છવાયેલાં વાદળો અને આછી ઝરમર

વરસણી | વાદળો છવાયેલાં રહ્યાં, જળકૃપા માત્ર 2 તાલુકામાં

અન્ય સમાચારો પણ છે...