તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Sutrapada
  • Sutrapada કદવાર ગામે સ્વચ્છતા અભિયાનમાં પે. સેન્ટર શાળાની બહાર જ ગંદકી

કદવાર ગામે સ્વચ્છતા અભિયાનમાં પે. સેન્ટર શાળાની બહાર જ ગંદકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડાનાં કદવાર ગામે ગાંધીજયંતી દિવસ નિમિતે તાલુકાકક્ષાનું સ્વસ્છતા અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમા કદવાર ગામમા આવેલ પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકો તેમજ ગામલોકો મોટી સંખ્યામા જોડાઇ સમગ્ર ગામની સફાઈ કરી હતી. આ દરમિયાન કદવાર ગામની પે.સેન્ટર શાળાની બહાર જ સમગ્ર ગામનો કચરો જોવા મળતાં સફાઇ કરતાં તમામ લોકો એક સમયે ચોંકી ઉઠ્યાં હતાં. તે જગ્યા પર ઉભુ રહીં શકાય તેવી ગંધ આવી રહી હતી. આ બાબતે ગામના સરપંચ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે અહીંયા ચારેક માસથી વધુ સમયથી અહીંયા જ ગામનો કચરો ઠાલવામાં આવે છે. આથી આ જગ્યા પર એક દિવાલ ઉભી કરવા તેમજ કચરા પેટી મુકવામાં આવે તે બાબતે તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા પણ કરવામાં આવી છે. તાલુકા અધિકારી મુલાકાત લે તે પહેલા શાળાની બહાર એકત્રીત થયેલ કચરાને જેસીબી દ્વારા દૂર કરાયો હોવાનંુ શાળાનાં આચાર્યએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...