માધ્યમિક શાળાનાં શિક્ષકોનાં પડતર પ્રશ્નો ઉકેલવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર| સુત્રાપાડા

ગીર-સોમનાથ જિલ્લાની માધ્યમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઇ સીએમને રજૂઆત કરી છે. ગીર-સોમનાથ જિલ્લા માધ્યમિક શિક્ષકસંઘનાં પ્રમુખ હરેશભાઇ મોરી અને કારોબારી સભ્ય દ્વારા સીએમ રૂપાણીને પત્ર લખી રજૂઆત કરાઇ છે કે અનુદાન લેતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં સહાયકોને ફીક્સ પગારમાં વધારો આપવો અને ફીક્સ પગાર યોજના વર્ષ-1999 થી લાગુ પડી છે પણ તેમના માટે કોઇ જાહેરાત થઇ નથી. આવા અનેક પડતર પ્રશ્નો વહેલીતકે ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે. આમ શિક્ષકોનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...