• Home
  • Saurashtra
  • Somnath
  • Sutrapada
  • Sutrapada - સુત્રાપાડાનાં ધામળેજમાં ભાદરવી અગિયારસે મેળો, તૈયારીઓ શરૂ

સુત્રાપાડાનાં ધામળેજમાં ભાદરવી અગિયારસે મેળો, તૈયારીઓ શરૂ

રામદેવપીર મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:35 AM
Sutrapada - સુત્રાપાડાનાં ધામળેજમાં ભાદરવી અગિયારસે મેળો, તૈયારીઓ શરૂ
સુત્રાપાડા પંથકનાં ધામળેજ ગામે ઘણાં વર્ષોથી ભાદરવી અગિયારસનાં દિવસે રામદેવપીરનો મેળો ભરાઇ છે. જેમાં આસપાસનાં વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ધામળેજ ગામે ભાદરવી અગિયારસ તા.20 ને રવિવારનાં રોજ રામદેવપીર મંદિર પટાંગણમાં આયોજન સમિતી દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમને લઇ આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તકે ધામળેજ બંદરે પણ સમસ્ત બંદર અને ખારવા સમાજ દ્વારા રામદેવપીર મંદિરે ધ્વજારોહણ કરવામાં આવે છે. આ ઉપરાંત રાત્રીનાં સમયે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરાયું છે. જેમાં નામી-અનામી કલાકારો ઉપસ્થિત રહેશે. શોભાયાત્રા બાદ બંદર ખાતે મહાપ્રસાદ યોજાશે. જેમનો લાભ લેવા પણ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છેે.

X
Sutrapada - સુત્રાપાડાનાં ધામળેજમાં ભાદરવી અગિયારસે મેળો, તૈયારીઓ શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App