તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Sutrapada
  • Sutrapada પ્રાચીમાં કલાકો સુધી વીજ ફોલ્ટ રીપેર ન કરાતાં ખેડૂતોમાં રોષ

પ્રાચીમાં કલાકો સુધી વીજ ફોલ્ટ રીપેર ન કરાતાં ખેડૂતોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા પંથકનાં પ્રાચી ગામે વીજ ધાંધીયાથી રોષે ભરાયેલા ખેડૂતો કચેરીએ ઘસી ગયા હતાં. સુત્રાપાડાનાં પ્રાચી અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં અનિયમીત વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. તેમજ ફોલ્ટ થયા બાદ કલાકો સુધી રીપેર કરાતો નથી. જેથી ખેડૂતોનો ઉભો પાક સુકાઇ રહ્યો છે. આ ઉપરાંત 10 ને બદલે 8 કલાક જ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. અા અંગે અનેક રજૂઆતો બાદ યોગ્ય ન કરાતાં રોષ ભરાયેલા ખેડૂતો વીજ કચેરીએ દોડી ગયા હતાં અને નાયબ ઇજનેરને આવેદન આપી રજૂઆત કરી હતી. આ પ્રશ્નનો હલ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...