• Gujarati News
  • લખતરતાલુકામાં 42 ગામ આવેલા છે. ત્યારે ગામના લોકોને વીજ

લખતરતાલુકામાં 42 ગામ આવેલા છે. ત્યારે ગામના લોકોને વીજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતરતાલુકામાં 42 ગામ આવેલા છે. ત્યારે ગામના લોકોને વીજ પ્રશ્નો અને સમસ્યા માટે સુરેન્દ્રનગર લાંબુ થવુ પડે છે. ત્યારે લખતર સહિત તાલુકાના 42 ગામો માટે નાયબ કાર્યપાલક ઇજનેરની વીજ કચેરી ખોલવા સહિતના પ્રશ્નો લખતરમાં બુધવારના રોજ યોજાયેલા લોક દરબારમાં ચગ્યા હતા.

જીઇબી વીજ કંપનીનું ખાનગીકરણ થતા લોકોને પૂરતી સુવિધા આપવામાં કંપની ઉણી ઉતરી છે. ત્યારે લખતરમાં બુધવારના રોજ વીજ કંપનીનો લોક દરબાર યોજાતા ગામના આગેવાનોએ પ્રશ્નોની ઝડી વરસાવી હતી. પ્રસંગે લખતર તાલુકા પંચાયત પ્રમુખ નરેન્દ્રસિંહ રાણા, જિલ્લા પંચાયતના વિરોધપક્ષના પૂર્વ નેતા ભૂપતસિંહ રાણા, કારોબારી ચેરમેન ભરતસિંહ પરમાર, ગીરીરાજસિંહ ઝાલા, કમલેશભાઇ પટેલ, રણછોડભાઇ પટેલ, રસીકભાઇ પટેલ વગેરેએ જણાવ્યુ કે, લખતર શહેર સહિત તાલુકાના 42 ગામો વચ્ચે એકપણ નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી નથી. આથી તાલુકાના લોકોને વિવિધ પ્રશ્નો માટે સુરેન્દ્રનગર લાંબા થવુ પડે છે. વીજ કંપની પાસે લખતરમાં પૂરતી જગ્યા હોવા છતાં કચેરી ખોલવામાં આવતી નથી. ઉપરાંત જયાં વીજબિલ લેવાય છે ત્યાં પાણીની પૂરતી સગવડતા નથી, ચોમાસાના સમયે મેદાનમાં ગારો હોવાની રજૂઆત કરી હતી. જયારે લખતર સહિતના ગામોને આપવામાં આવતા બિલમાં અર્બન દૂર કરી રૂરલના બિલો આપવા, તાલુકામાં જૂના વીજપોલ દૂર કરી નવા નાંખવા સહિતના પ્રશ્નોની ઉગ્ર રજૂઆત કરાઇ હતી.

{લખતરમાં યોજાયેલ વીજ કંપનીના લોક દરબારમાં પ્રશ્નોની ઝડી

લખતર તાલુકો વીજ કચેરી વિહોણો : પ્રજા પરેશાન