• Gujarati News
  • વઢવાણમાં રિક્ષા પલટી ખાતા ત્રણને ઇજા

વઢવાણમાં રિક્ષા પલટી ખાતા ત્રણને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ

વઢવાણમાં રિક્ષા પલટી ખાતા ત્રણને ઇજા

વઢવાણ|વઢવાણ મામલતદાર કચેરી રોડ પર પસાર થતી રિક્ષાની આડે કૂતરૂ આવતા રિક્ષા પલટી ખાતા દોડધામ મચી હતી. બનાવમાં રિક્ષામાં મુસાફરી કરતા ત્રણ અજાણી વ્યકિતઓને ઇજા પહોંચી હતી. સુરેન્દ્રનગરથી વઢવાણ તરફ ખારવા ગામની રિક્ષા મુસાફરો લઇને આવતી હતી. ત્યારે સંસ્કાર સ્કૂલ પાસે કૂતરૂ આડુ ઉતરતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. આથી મુસાફરો ફંગોળાઇને રસ્તા પર પડી જતા દોડધામ મચી હતી. બનાવમાં એક વૃધ્ધાના હાથે અને પગે, જયારે એક યુવાન અને બાળકને ઇજા પહોંચી હતી. આથી વિસ્તારના યુવાનોએ દોડી જઇને રિક્ષાને ઉભી કરીને 108 વાનમાં ત્રણેય મુસાફરોને સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતમાં રિક્ષાચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

સુરેન્દ્રનગરમાંથી જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર|સુરેન્દ્રનગર પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે શહેરની પતરાવાળી હોટલ પાસેથી એક શખ્સને વરલી મટકાનો જુગાર રમાડતો ઝડપી લીધો હતો. સુરેન્દ્રનગર સિટી પી.એસ.આઈ. કે.એમ.પ્રજાપતિ , ભાવાર્થભાઈ સહિતની ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પતરાવાળી હોટલ પાસેથી વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતા શક્તિસિંહ હરદેવસિંહને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લારીમાંથી કેળું ખાઇ જતાં વાછરડાને મોતને ઘાટ ઉતારી દીધંુ

ધ્રાંગધ્રા|ધ્રાંગધ્રાની શાકમાક્રેટમાં લારી ધરાવતા આરીફભાઈ બહાદુરભાઈની લારીમાંથી 12 માસનાં વાછરડાએ કેળુ ખાઇ ગયું હતું. આથી ઉશ્કેરાયેલા આરીફભાઈએ વાછરડાને પાઈપના ધોખા મારી મોતને ઘાટ ઉતારી દીધુ હતું. સમયે રસ્તા પરથી પસાર થતા વિશાલભાઈ ઉમરાણીયા અને તેના મિત્રે આરીફભાઈને ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાઇ જઇને આરીફભાઈએ વિશાલભાઈ અને તેના મિત્રને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વિશાલભાઈ ઉમરાણીયાએ આરીફભાઈ બહાદુરભાઈ સામે વાછરડાને મારી નાંખી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ગજુભા ઝાલા કરી રહ્યાં છે.

નળખંભાની દાઝેલી યુવતીનું સારવાર દરમિયાન મોત

મૂળી|મૂળી તાલુકામાં આપઘાતનાં બનાવો ખુબ વધી રહ્યાં છે. ત્યારે નળખંભા ગામે રહેતા રાજુભાઈ લાલજીભાઈ પનારાના પત્ની વસંતબેન તા. 16 જુલાઈનાં રોજ પોતાના ઘરે રસોઇ બનાવી રહ્યાં હતાં. ત્યારે ચૂલામાં આગ પ્રગટાવવા કેરોસીન નાંખતા આગ વધુ નીકળતા વસંતબેન આગની ઝપટમાં આવી ગયા હતાં. આથી ગંભીર હાલતમાં વસંતબેનન