• Gujarati News
  • ધ્રાંગધ્રા પીપલ્સ બેંકની ચાર ડિરેકટરોની ચૂંટણી યોજાશે

ધ્રાંગધ્રા પીપલ્સ બેંકની ચાર ડિરેકટરોની ચૂંટણી યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા પીપલ્સ કોઓપરેટીવ બેંકના ચાર ડિરેકટરોની ટર્મ પૂરી થઇ છે. ત્યારે આ ચાર ડિરેકટરોની ખાલી પડેલ જગ્યા માટેની ચૂંટણી યોજવાની છે. આથી આ બેંકની સત્તાધારી પેનલનાં સાત ફોમ ભરાવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સહકારી ોત્રે અનેક બેંકો આવલી છે. જેમાં ધ્રાંગધ્રા પીપલ્સ કોઓપરેટીવ બેંક નફો કરી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા પીપલ્સ બેંકના ચાર ડિરેકટરોની ટર્મ પૂરી થતાં ચૂંટણીની જાહેરાત કરાઇ છે. જેમાં બેંકનાં ચેરમેન દિલીપસિંહ ગંભીરસિંહ ઝાલાની સત્તાધારી પેનલમાંથી પ્રકાશભાઈ રાજવીર, રેખાબેન ધેલાણી, મહમદભાઈ ભટ્ટી, ભગવાનભાઈ દલવાડી, મનીષભાઈ કુમોદભાઈ શાહ, દીપકભાઈ જંયતિભાઈ શાહ દ્વારા ફોમ ભરવામાં આવ્યા હતાં. ત્યારે હજુ ફોમ ભરવાની અને પાછા ખેચવાના દિવસો બાકી હોય બેંકની ચૂંટણી ચિત્ર બાદમાં ખબર થશે. સામાન્ય રીતે લાંબા સમયથી ધ્રાંગધ્રા પીપલ્સ બેંકના ડિરેકટરની ચૂંટણી યોજાતી નથી. આથી આ બેંકમાં ડિરેકટરો બીનહરીફ બને છે. ત્યારે આગામી દિવસોમાં ઓપચારિકતા પૂર્ણ થયા બાદ ચાર ડિરેકટરો બીનહરીફ ચૂંટાયેલા જાહેર થાય તેવુ જણાય રાું છે.