• Gujarati News
  • ૪૦ ગામોમાં ૧૮૩ લાભાર્થીઓને નોટીસની યાદી

૪૦ ગામોમાં ૧૮૩ લાભાર્થીઓને નોટીસની યાદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં ઇન્દિરા આવાસના મકાન પૂર્ણ ન કરાતા નોટીસો

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારની ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ઇન્દિરા આવાસ માટે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહે તે માટે ૭૦ હજાર રૂપિયાની મકાન સહાય આપવામાં આવે છે.જે અંતર્ગત હળવદ તાલુકાના લાભાર્થીઓ મકાનનું કામ પૂર્ણ કરે છે પરંતુ હળવદ પંથકમાં ૪૦ જેટલા ગામોના ૧૮૩ લાભાર્થીઓએ મકાનનું કામ પૂર્ણ નહી કરતા તાલુકા વિકાસ અધિકારીએ નોટીસો આપતા લાભાર્થીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.
રાજય સરકાર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ઇન્દિરા આવાસ યોજનામાં લાભાર્થીઓને પોતાની માલીકીના પ્લોટ હોય તેવા ઇસમોને મકાન બાંધવા માટે હપ્તે રૂપિયા ૭૦ હજાર જેટલી રકમની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે જેમાં હળવદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના ઘણા બધા લાભાર્થીઓએ ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત અરજી ફોર્મ ભર્યા હતા. પરંતુ સમયે સરકારનું કામ પૂર્ણ નહી કરતા આઇઆરડી શાખા હળવદ તાલુકા પંચાયત દ્વારા અનેકવાર મૌખીક અને લેખિતમાં જણાવાયુ છે. આમ અનેક લાભાર્થીઓએ મકાનના હપ્તા લીધેલ હોય તેમ છતાં કામ પૂર્ણ કર્યું નથી. આથી હળવદ તાલુકા વિકાસ અધિકારી ડી.એ.ભકાસણીયાએ હળવદ પંથકના ૪૦ ગામોના ૧૮૩ લાભાર્થીઓને સમય મર્યાદામાં ઇન્દિરા આવાસનું મકાનનું બાંધકામનું કામ ચાલુ નહી કરવા મામલે નોટીસ ફટકારતા લાભાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
સમયમાં કામ પૂર્ણ નહી કરાય તો ચૂકવેલ નાણાની રકમ વસૂલાશે
આ અંગે હળવદ આઇઆરડી વિસ્તરણ અધિકારી સુરેશભાઇ માલસણીયા, અધિક મદદનીશ ઇજનેર કેએન.રાઠોડે જણાવ્યુ કે, લાભાથીર્ઓને ત્રણ હપ્તે કચેરી દ્વારા પૈસાના ચેક આપવામાં આવ્યા છે. જેમાં પહેલો હપ્તો રૂપિયા ૧૭૫૦૦, બીજો હપ્તો રૂપિયા ૪૨ હજાર અને ત્રીજો હપ્તો રૂપિયા ૧૦,૫૦૦ મળી ૭૦ હજાર આપવામાં આવે છે.હપ્તાનો ચેક લાભાર્થીને આપી દીધો છે છતાં મકાનનું કામ પૂર્ણ નહી કરતા દિવસ ૧૫માં કામ પૂર્ણ નહી કરવામાં આવે તો મકાન સહાય અરજી રદ્દ કરી ચૂકવેલ નાણાની રકમ સરકારી રાહ વસૂલ કરવામાં આવશે. તેમ છતાં પૈસા ભરપાઇ નહી કરવામાં આવે તો રેવન્યુ રાહે કાયદેસરના પગલા ભરી વ્યાજ સહિત નાણા વસૂલ કરવામાં આવશે.૪૦ ગામોમાં ૧૮૩ લાભાર્થીઓને તાલુકા વિકાસ અધિકારીને નોટીસો આપતા લાભાર્થીઓમાં દોડધામ મચી છે.
શિરોઇના ૨૩ લાભાર્થી, રણછોડગઢના ૧૫, જૂના દેવળીયાના ૧૪, માલણીયાદના ૭, મિયાણીના ૧૪, દીઘડીયાના ૧૭, વેગડવાવના ૮, ધનાળાના ૧૭, કડીયાણાના ૭, એંજાર