તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોસ્ટમાં બચત ખાતાના નામે દલા તરવાડીનો ખેલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયસરકાર દ્વારા નાની બચતોને પ્રોત્સાહન આપવાના આયોજન પેટે રિકરિંગ ખાતા માટે ઝુંબેશ આદરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં પોસ્ટ માસ્તર, નિરીક્ષકો, કલાર્કથી લઇને નાના કર્મચારીઓને આવા ખાતા ખોલાવી ટારગેટ પૂરો કરવા દબાણ કરાય છે. ઉચ્ચકક્ષાએ સારો દેખાવ કરવા અને એવોર્ડ મેળવવાની લ્હાયમાં જિલ્લામાં આવા 80 હજારથી વધુ બોગસ રિકરીંગ ખાતા ખૂલી ચૂકયા છે. જયારે જિલ્લાને 2 લાખથી વધુ ખાતા ખોલવાનો ટારગેટ અપાયો હોવાનું જાણવા મળે છે.

ગુજરાત સરકાર દ્વારા નાની બચતને પ્રોત્સાહન આપવા માટે કોઇપણ વ્યકિત પોસ્ટ ઓફિસમાં કે અન્ય માન્ય સ્થળે રિકરીંગ ખાતે ખોલાવે તો એક વર્ષના અંતે સરકાર દ્વારા સબસીડી રૂપિયા 172 આપવામાં આવે છે. ત્યારે પોસ્ટ ઓફિસમાં માત્ર રૂપિયા 10 અને તેના ગુણાંકથી રિકરીંગ ખાતુ ખોલાવી શકાય છે. અને એક વ્યકિત ગમે તેટલા ખાતા ખોલાવી શકે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં કામ કરતા નિરીક્ષકો, પોસ્ટ માસ્તર, કલાર્કથી લઇને દરેક નાના કર્મચારીઓને આવા ખાતા ફરજિયાત ખોલવા દબાણ કરવામાં આવે છે. તેમાં પણ માર્ચ એન્ડીંગ પહેલા આવા ખાતા ખોલવા ઉચ્ચ અધિકારીઓ ટારગેટ આપી રહ્યા છે. ખાતા દિઠ રાજય સરકાર દ્વારા રૂપિયા 172 મળતા હોવાથી પોસ્ટ વિભાગના કર્મચારીના નામે 200, 500 ખાતા ખોલવામાં આવી રહ્યા છે. જયારે તમામ ખાતા માટે અલગ-અલગ પાસબુક આપવાની હોવા છતાં એક વ્યકિતના નામના 100, 200 કે 500 ખાતાની નોંધ એક પાસબુકમાં કરવામાં આવે છે. અંગે અમુક કર્મચારીઓએ નામ આપવાની શરતે જણાવ્યુ કે, રૂપિયા 10થી શરૂ થતા ખાતા ખોલાયા બાદ વર્ષ દરમિયાન તે બોગસ હોવાથી કયારેય મેઇન્ટેન તો થતા નથી. પોસ્ટના કર્મચારીઓના નામે બોગસ ખાતા ખોલીનસરકારની ગરીબલક્ષી યોજનાનો ખેલ પાડવામાં આવી રહ્યો છે. અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તે અત્યંત જરૂરી છે.

અંગે સુરેન્દ્રનગર સુપ્રીન્ટેન્ડેટ ઓફ પોસ્ટ એમ.પી.પરમારે જણાવ્યુ કે, ગત વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં 2 લાખથી વધુ આવા ખાતા ખૂલ્યા હતા. આથી ઉચ્ચકક્ષાએથી અંગેનો ટારગેટ સુરેન્દ્રનગર ડિવીઝનને અપાયો છે. જે માટે કોઇ કર્મચારીને દબાણ કરવામાં આવતુ નથી. પરંતુ સ્વૈચ્છાએ આવા ખાતા ખૂલે છે. તેમ છતાં અંગે તપાસ કરવામાં આવશે.

ટારગેટ પૂરો કરે તેને રજા નહી !

એકતરફ પોસ્ટ વિભાગના કર્મચારીઓ ટારગેટ પૂરો કરવા માલાફાઇડ પ્રેકટીસ કરી રહ્યા છે. બીજી તરફ ટારગેટ પૂરો કરવામાં નબળા કર્મચારીઓની રજા મંજૂર કરાતી હોવાની રાવ ઉઠી છે. જિલ્લાની કોઇપણ કર્મચારી કાયદેસરની રજા માટે અરજી મૂકે કે તરત તા. 26-1-15ના રોજ યોજાયેલી બેઠકમાં તમને આપેલા ટારગેટમાંથી તમે કેટલા ખાતા ખોલ્યા ωપહેલા તે જણાવો પછી રજા મંજૂર થશે તેવો મેઇલ આપવામાં આવે છે.

ટારગેટ પૂરો કરવા માટે કર્મચારીઓને ફરજિયાત ખાતા ખોલવા કરાતું દબાણ

સુરેન્દ્રનગર જિલ્લાની લગભગ દરેક પોસ્ટ ઓફિસનો વહિવટ ઓનલાઇન થઇ ગયો છે. પોસ્ટ વિભાગના ઉચ્ચકક્ષાના સર્વર સાથે કનેકટેડ હોવાથી એક વ્યકિતના નામે એક કરતા વધુ ખાતા ખૂલી શકતા નથી. ત્યારે જિલ્લાની દૂધરેજ, રામપરા અને ભૃગુપુર પોસ્ટ ઓફિસોમાં કામગીરી ઓનલાઇન થતી હોવાથી પોસ્ટ ઓફિસોમાં ખાસ સોફટવેરની મદદથી બોગસ ખાતા ખૂલે છે. ત્યારે તા. 27 ફેબ્રુઆરીને શનિવારે એક દિવસમાં 21 હજાર ખાતા પોસ્ટ ઓફિસોમાં ખૂલ્યા હોવાનું પોસ્ટ વિભાગના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

દૂધરેજ, રામપરા, ભૃગુપુર પોસ્ટ ઓફિસમાં સૌથી વધુ બોગસ ખાતા

ભાસ્કર અેક્સક્લૂિઝવ

જિલ્લાના ત્રણ ગ્રામ્ય ડાકઘરમાં એક દિ’માં 21 હજાર ખાતા ખુલી ગયાં !

સરકારની નાની બચતોને પ્રોત્સાહન આપવાની યોજનાના નામે ધુપ્પલ

લાલિયાવાડી | સુરેન્દ્રનગરમાં અધિકારીઓ-કર્મચારીઓ ટાર્ગેટ પૂરો કરવા બોગસ ખાતા ખોલી દેવાય છે

અન્ય સમાચારો પણ છે...