તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુ.નગર - દસાડામાં જુગારના દરોડા : મત્તા સાથે12 ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમતા પોલીસે દરોડાનો દૌર ચાલુ રાખ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર શહેરનાં માનવમંદિર પાછળ આવેલ હનુમાનજીના મંદિર પાસે રાત્રિના સમયે જુગાર રમતા પાંચ શખ્સોને રૂ. 32,700ની મત્તા સાથે પકડી લીધા હતાં. જ્યારે પાનવા નર્મદા કેનાલ પરથી સાત શખ્સોને રૂ. 14,700ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી લીધા હતાં.

સુરેન્દ્રનગર શહેરનાં માનવમંદિર પાછળ આવેલા હનુમાનજીના મંદિર પાસે રાત્રિના સમયે જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે સરદારસિંહ ગોહિલ, જે.કે.રાણા, પ્રવીણભાઈ, જયરાજસિંહ, મહેન્દ્રસિંહ સહિતના ડી-સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડામાં જુગાર રમતા સિકંદરભાઈ બાબરીયા, હિતેષભાઈ બિજલભાઈ કરવાણીયા, સુરેશભાઈ દેવજીભાઈ અઘારા, મનસુખભાઈ જસરાજભાઈ ભાટીયા અને સંજયચંદ્રશેખ શર્માને પકડી લીધા હતાં. ઘટના સ્થળેથી રૂ. 27 હજારની રોકડ સહિત રૂ. 32,700નો મુદ્દામાલ જપ્ત કરી બી-ડિવીઝન પોલીસ મથકે શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો.

પાટડી:દસાડા પી.એસ.આઈ. બી.એસ.ચૌહાણ સહિતના સ્ટાફે પાનવા નર્મદા કેનાલ ઉપર દરોડો પાડયો હતો. જેમાં જાહેરમાં પૈસાનો હારજીતનો જુગાર રમતા ધ્રાંગધ્રાના હસમુખભાઈ જેંતિભાઈ, ઘનશ્યામભાઈ ચીકાભાઈ, ભરતભાઈ કાનજીભાઈ, જાવેદભાઈ મહેબુબભાઈ, ભરતભાઈ ઇશ્વરભાઈ, અશ્વિનભાઈ વાલજીભાઈ અને મિલનભાઈ ચીકાભાઈને ઝડપી લીધા હતાં. ઘટના સ્થળેથી રૂ. 12,200ની રોકડ, 3 મોબાઇલ સહિત કુલ રૂ. 14,700નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ પી.એસ.આઈ. બી.એસ.ચૌહાણ ચલાવે છે.

પોલીસે મોબાઇલ-રોકડ સહિત 45500ની મત્તા જપ્ત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો