• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરજિલ્લામાં ઠેરઠેર ગણેશ ચતુર્થીના રોજ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે ગણેશ મહોત્સવ અંતિમ ચરણોમાં પહોંચતા ઠેરઠેર વિસર્જન યાત્રાઓ નીકળી હતી. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે યુવાનોએ ઝૂમી અગલે બરસ જલદી આના… ના નાદ સાથે ગણેશજીને વિદાય આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા છેલ્લા એક દાયકાથી મહારાષ્ટ્રીયન તહેવાર ગણાતો ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં, જવાહર ચોકમાં, વાદીપરા વિસ્તારમાં, જે.પી.શેરીમાં, અનુપમ સોસાયટીમાં, વઢવાણના મોટાપીર ચોકમાં, નવા જંકશન રોડ પર શકિતપરા, ગાયત્રી પાર્ક સહિતના વિસ્તારોમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશ ઉત્સવની ધામધૂમ ઉજવણી કરાઇ રહી છે. ત્યારે ગણેશ મહોત્સવ અંતીમ ચરણમાં પહોંચતા ઠેરઠેર ગણેશજીની પ્રતિમાની શોભાયાત્રા કાઢી વિસર્જન કરાય છે. જેમાં ડીજેના તાલે યુવક-યુવતીઓ ઝૂમી ઉઠી અગલે બરસ જલદી આના…નો નાદ લગાવે છે.
થાન:થાનના સિધ્ધનાથ યુવક ધૂન મંડળ, ફૂલવાડી મિત્ર મંડળ તેમજ રોયલ પાર્ટ ગ્રૂપના યુવાનો દ્વારા ફૂલવાડીમાં ગણપતિ બાપાની વિશિષ્ટ પ્રકારની મૂર્તિ બનાવવામાં આવી હતી. જેમાં યુવાનો દ્વારા લાડવા બનાવવાનું 71 કિલો ચૂરમુ બનાવીને ચૂરમાના ગણપતિ બનાવાયા છે. જયારે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયુ છે. સોમવારના રોજ બપોરે 3 કલાકે અગલે બરસ જલદી આનાના નાદ સાથે ગણપતિને વિદાય આપવામાં આવશે.
ઝાલાવાડમાં ગણેશજીને ભાવભીની વિદાયનો પ્રારંભ
{વિસર્જનની તૈયારીઓ આખરી પડાવમાં