ટ્રેનમાંથી પડી જતાં યુપીનાં યુવાનનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતરતાલુકાના લીલાપુરની સીમમાંથી લીલાપુર-ઢાંકી રેલવે લાઈન પસાર થાય છે. ત્યારે રેલવે લાઈન પર ટ્રેનમાંથી પડી જવાથી એક યુવાનનું મોત થતા તેની લાશ પડી હતી. બનાવ અંગે લખતરનાં સંદીપભાઈ કોળીએ પોલીસને જાણ કરી હતી. ત્યારે ઘટના સ્થળે ધસી ગયેલી પોલીસે લાશનો કબજો લેતા મૃતક યુવાન પાસેથી આધારકાર્ડ તેમજ ઓળખકાર્ડ મળી આવ્યા હતાં. જેમાં મૃતક ઉત્તરપ્રદેશનાં સીતાપુરના એલીયા ગામનાં પ્રતાપભાઈ ચંદ્રીકાબેન હોવાનું ખૂલ્યુ હતું. વિરમગામથી લખતર તરફ આવતી કોઇપણ ટ્રેનમાંથી અકસ્માતે પડી જવાથી ગંભીર ઇજાઓનાં કારણે પ્રતાપભાઈનું મોત થયાનું તપાસમાં ખૂલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...