વઢવાણમાં જુગારધામ પર દરોડો : સાત જુગારી ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણશહેરમાં જુગારના પાટલાઓ ધમધમી રહ્યાની રાવ ઉઠી છે. ત્યારે વઢવાણની એકતા સોસાયટીમાં એક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા સાત શખ્સોને રૂપિયા 7750ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.

વઢવાણ પોલીસે વઢવાણની એકતા સોસાયટીમાં બાતમીને આધારે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી. દરોડામાં જુગાર રમતા મોહસીન દિલાવરભાઇ, આરીફ અબ્બાસભાઇ, ઇમ્તિયાઝ ઇકબાલભાઇ, યુનીસ ઇબ્રાહીમભાઇ, સીકંદર હુસેનભાઇ, નાઝીર યાકુબભાઇ અને આરીફ રહીમભાઇને પકડી પાડ્યા હતા. જયારે એક રહેણાક મકાનમાં દરોડો પાડતા રૂપિયા 7750 રોકડા અને ગંજીપાના જપ્ત કરાયા હતા. બનાવમાં વઢવાણ પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વઢવાણ શહેરમાં પોલીસે દરોડાથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...