• Gujarati News
  • સુરેન્દ્રનગર |વસ્તડીગામમાં રહેતી મહિલા પોતાના ઘરમાં પ્રાઇમસ પડી જતાં ભડકો

સુરેન્દ્રનગર |વસ્તડીગામમાં રહેતી મહિલા પોતાના ઘરમાં પ્રાઇમસ પડી જતાં ભડકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |વસ્તડીગામમાં રહેતી મહિલા પોતાના ઘરમાં પ્રાઇમસ પડી જતાં ભડકો થયો હતો. બનાવમાં મહિલા દાઝી જતાં સુરેન્દ્રનગર હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.વઢવાણ તાલુકાના વસ્તડી ગામમાં રહેતા જાગૃતિબેન કુલદીપસિંહ ગોહિલ પોતાના ઘરે ચા બનાવી રહ્યાં હતાં. ત્યારે પ્રાઇમસ અચાનક નીચે પડી જતાં આગનો ભડકો થયો હતો. આગની લપેટમાં જાગૃતિબેન આવી જતાં દાઝી ગયા હતાં. ત્યારે જાગૃતિબેનને સારવાર માટે સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં.

પ્રાઇમસમાં ભડકો થતાં વસ્તડીની મહિલા દાઝી