તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સોખડાની તકરારમાં કોળીએ રબારીના ઘરમાં ઘૂસી ફાયરિંગ કર્યુ : 4 ઇજાગ્રસ્ત

સોખડાની તકરારમાં કોળીએ રબારીના ઘરમાં ઘૂસી ફાયરિંગ કર્યુ : 4 ઇજાગ્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાતાલુકાના સોખડા ગામમાં રસ્તે ચાલવાની બાબતમાં કોળી અને રબારી પરિવાર વચ્ચે બંધાયેલા વેરમાં બે દિવસ પહેલા રબારી પરિવારે હુમલો કરતા કોળી પરીવારના લોકોને ઇજા થઇ હતી. બનાવનું વેર વાળવા માટે રવિવારે કોળીએ રબારીના ઘરમાં ઘુસીને ફાયરીંગ કરતા ચાર વ્યકિત ઘાયલ થઇ હતી. બનાવને પગલે પરિસ્થીતી તંગ થતા ગામમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સાયલાના સોખડા ગામની સીમ જમીનની વાડીમાં ચાલવાના રસ્તાના મુદ્દે ગગજીભાઇ ધમાભાઇ સાકરીયાને ગામમાં રહેતા ભીમજીભાઇ સાથે બોલાચાલી થઇ હતી ત્યારે ઉશ્કેરાયેલા રબારી પરિવાર અને કોળી પરિવારજનો ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. ત્યારે રવિવારના રોજ રબારી પરિવારના ઘરે મહેમાન તરીકે આવેલા ખીમાભાઇ ખાંભલા સહીત પરિવારજનો ચા પી રહયા હતા હતા દરમિયાન અગાઉનો મામલો ઉગ્ર બનતા કોળી પરિવારનું ટોળુ રબારીના ઘરમાં આવતા મામલો વધુ બીચકાયો હતો અને ટોળામાંથી ફાયરીંગ થતા ખીમાભાઇ રાજાભાઇ ખાંભલા (રે. સુદામડા) જીવુબેન સુરાભાઇ, ગીરાભાઇ ઘુઘાભાઇ, વાઘાભાઇ રુપાભાઇ, ઇસુભાઇ રણછોડભાઇ ઇજાગ્રસ્ત થયા હતા અને તમામને સારવાર માટે સાયલા દવાખાને લઇ જવાયા હતા. જેમાં ખીમાભાઇને માથાના ભાગે છરા ઘૂસી જતા પ્રાથમિક સારવાર દરમીયાન માથાના ભાગે રહેલા છરા કાઢીને તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. સાયલા પોલીસને જાણ થતા પી.એસ.આઇ બી.પી.ભેટારીયાએ અને પોલીસે સોખડા ગામે ચૂસ્ત બંદોબસ્ત સાથે વધુ કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે ચાપતી નજર રાખીને આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

ધીંગાણુ|રસ્તે ચાલવા મુદ્દે બે દિ’ પહેલા કોળી-રબારી વચ્ચે ઝગડો થયો હતો

અન્ય સમાચારો પણ છે...