તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ આધુનિક સાધનોથી સજ્જ થશે..મંજૂરીની રાહ

સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ આધુનિક સાધનોથી સજ્જ થશે..મંજૂરીની રાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંટ્રાફિક અવરનેશ જાળવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં માર્ગ સુરક્ષા અંતર્ગત દર વર્ષે ગ્રાંટ ફાળવવામાં આવે છે. જેને અનુલક્ષીને 2016-17 માટે જિલ્લામાં ટ્રાફિકના સાધનો માટે રૂ.18.35 લાખની જરૂરિયાત હોવાનું ધ્યાને આવ્યુ હતું. અંગેની રજૂઆત ઉચ્ચકક્ષાએ પણ લેખિતમાં કરી દેવાતા જિલ્લાના નવા સાધનો પ્રાપ્ત થશે.

રાજયના તમામ જિલ્લામાં માર્ગ સુરક્ષા અંતર્ગત દર વર્ષે ડી.જી. તરફથી ટ્રાફિક અનરનેશ માટે સાધનો માટેની ગ્રાંટ ફાળવવામાં આવે છે. જેમાં જે તે જિલ્લામાં જરૂરીયાત મુજબની ગ્રાંટ સાથે નવા સાધનો ફાળવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક અવરનેશ માટે કયાં સાધનોની જરૂરીયાત છે તેવો આદેશ જિલ્લા ટ્રાફિક શાખાને પોલીસવડા દીપકકુમાર મેઘાણીએ કરે છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં અંદાજે રૂ. 18.35 લાખના સાધનોની જરૂરીયાત હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રૂ. 7.50 લાખના ફ્લેક્સીબલ બેરીકેટ્સ-150 નંગ, રૂ.1 લાખના બ્લાઈન્ડર ફલેશર સોલાર લાઇટ-4, ફેન્સ બેરીયર રૂ. 1.20 લાખના-4, રૂ. 70 હજારના 5 રોડ બેરીયર, રૂ. 5 લાખના 5 સ્પીડગન, રૂ.1.25 લાખના 50 સોલાર સ્ટર્ડ તેમજ રૂ. 70 હજારનાં 100 રેઇન કોટની ટ્રાફિક અવરનેશ માટે જરૂરીયાત હોવાનું ધ્યાને આવ્યુ હતું. આથી જિલ્લામાં 2016-17 માટે રૂ. 18.35 લાખના સાધનો માટે લેખિતમાં ટ્રાફિક પી.એસ.આઈ. વી.એફ. ઝાલા દ્વારા માંગ કરવામાં આવી હતી.

અપડેટ|રૂ. 18.35 લાખના સાધનની જરૂર હોવાની DSPને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...