તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • દેવીપૂજકસમાજ અનેક સમસ્યાથી ઘેરાયેલો છે અને આથી વિકાસથી ખૂબ

દેવીપૂજકસમાજ અનેક સમસ્યાથી ઘેરાયેલો છે અને આથી વિકાસથી ખૂબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવીપૂજકસમાજ અનેક સમસ્યાથી ઘેરાયેલો છે અને આથી વિકાસથી ખૂબ દૂર રહેલા સમાજની પણ અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવા સાથે 11 ટકા અનામતનો લાભ આપવાની માંગણી પ્રબળ બની છે. અને માટે સમાજના લોકો સરકાર સામે લડાયક મૂડમાં આવીને ન્યાયની માંગણી કરવાનો નિર્ણય સુરેન્દ્રનગર ખાતે મળેલા સંમેલનમાં લેવામાં આવ્યો છે.

ગુજરાતનની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દેવીપૂજક સમાજ આજે પણ ખૂબ ખરાબ હાલતમાં જીવન જીવી રહયો છે. મોટા ભાગે અહી તહી ભટકતુ જીવન જીવતા સમાજના લોકોએ સંગઠિત સમાજ શકિતશાળી સમાજના સૂત્રને સાર્થક કરીને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ રોડ પર એક મહાસંમેલનનું આયોજન કર્યુ હતુ. જેમાં વિરાટ દેવીપૂજક સંઘ ગુજરાત રાજયના પ્રમુખ રૂપસંગભાઇ ભડભીડિયા, સુરેન્દ્રનગરના પ્રમુખ અશોકભાઇ મથુરભાઇ,ઉપ્રમુખ અશોકભાઇ સુખલાલ, ખજાનચી હમીરભાઇ પોપટભાઇ સહિતના તમામ સભ્યો સહિતના સમાજના અગ્રણીઓ તથા લોકો હાજર રહયા હતા. જેમાં ખાસ કરીને દેવીપૂજક સમાજની સાથે વિચરતી વિમુકતની 40 જ્ઞાતિનો અનુસૂચિત જનજાતીમાં સમાવેશ કરવાની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં આવેદન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અને આગામી તા.6 ઓકટોબરના રોજ તમામ જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.આ ઉપરાંત સ્પેશ્યલ અનામત,શિક્ષણ માટે છાત્રાલય,સ્વરોજગાર, એટ્રોસીટી એકટ તથા ધર્મની પરંપરાઓના નિભાવ માટે પણ રજૂઆત કરવામાં આવશે.

દેવીપૂજક સમાજ તરફથી આવનારા સમયમાં સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

સમાજ ‘6 ઓક્ટોબર’ના રોજ રાજ્યના તમામ જિલ્લામાં આવેદનપત્ર પાઠવશે

અન્ય સમાચારો પણ છે...