તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો. 12 સા. પ્ર.ની પૂરક પરીક્ષાનું 18.88 ટકા પરિણામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં ધો. 12 પાસ કરી શકતા વિદ્યાર્થીઓ માટે જૂના કોર્ષ મુજબની પરિક્ષા યોજાઇ હતી. જેમાં ઝાલાવાડમાં નોંધાયેલા 4027માંથી 716 વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું 18.88 ટકા પરિણામ આવ્યુ હતુ.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચતર બુનીયાદી વિભાગમાં નવો કોર્ષ દાખલ કરાયો છે. ત્યારે છેલ્લા 12 કરતા વધુ વર્ષોથી ધો. 12 પાસ કરી શકતા વિદ્યાર્થીઓ માટે જૂના કોર્ષ મુજબ ધો. 12 પાસ કરવા અંતીમ તક અપાઇ હતી. શિક્ષણ બોર્ડ દ્વારા તા. 23 ઓકટોબરથી 3 નવેમ્બર દરમિયાન લેવાયેલી પરિક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લામાં 4027 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 3797 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે પરીક્ષા બાદ તા. 25ના રોજ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરાયુ હતુ. જેમાં સમગ્ર રાજયનું પરિણામ 15.58 ટકા આવ્યુ હતુ.

જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં 716 વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું પરિણામ 18.88 ટકા આવ્યુ હતુ. પાસ થનાર વિદ્યાર્થીઓ આગળ સ્નાતક કક્ષાએ અભ્યાસક્રમ કરી શકશે. જયારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ હવે નવા કોર્ષ મુજબ પરિક્ષા આપવાની રહેશે.

છેલ્લા 12 વર્ષથી ધો. 12 પાસ કરનાર વિદ્યાર્થીઓને અંતિમ તક હતી

અન્ય સમાચારો પણ છે...