તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર-બાંદ્રા ટ્રેન જોરાવરનગર ઊભી રાખો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા લોકો પોતાના પ્રશ્નોના માટે સક્રિય બન્યા છે. ત્યારે જોરાવરનગરમાં યોજાયેલી બિન રાજકીય બેઠકમાં ભાવનગર-બાંદ્રા ટ્રેનને જોરાવરનગર સ્ટોપ નહી મળે તો પરિણામ માટે રાજકીય પક્ષોને તૈયાર રહેવાની ચીમકી લોકોએ આપી છે.

જોરાવરનગરના પ્રાણપ્રશ્નોના ઉકેલ માટે ખડપીઠ ચોક ખાતે બિન રાજકીય બેઠકનું આયોજન કરાયુ હતુ. બેઠકમાં કમલેશ કોટેચા, ભગીરથસિંહ, અશોકભાઇ, શીરીષભાઇ ઓઝા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જોરાવરનગરથી પસાર થતી ભાવનગર-બાંદ્રા ટ્રેનનું સ્ટોપ રદ્દ કરાતા રોષ વ્યકત કરાયો હતો.

જોરાવરનગરમાં પ્રાણ પ્રશ્નોને લઇને બિનરાજકીય બેઠક યોજાઇ હતી.

બિનરાજકીય બેઠકમાં પ્રશ્નો માટે અપાઈ ચીમકી

અન્ય સમાચારો પણ છે...