તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ઝાલાવાડમાં 1995માં સૌથી વધુ 83 ઉમેદવાર ધારાસભાની ચૂંટણી લડ્યા હતા

ઝાલાવાડમાં 1995માં સૌથી વધુ 83 ઉમેદવાર ધારાસભાની ચૂંટણી લડ્યા હતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે તા. 9 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લાના 12,70,376 મતદારો 66 ઉમેદવારોનું ભવિષ્ય મતદાન સમયે નક્કી કરશે. ત્યારે અગાઉ થયેલી ચૂંટણીઓ પર નજર કરીએ તો વર્ષ 1995ની ચૂંટણીમાં જિલ્લામાં સૌથી વધુ 83 ઉમેદવારો મેદાનમાં હતા.

સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠક પર કુલ મળી વખતે 66 ઉમેદવારો વચ્ચે જંગ છે. ત્યારે 1962થી શરૂ થયેલી વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 1995માં યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ 83 ઉમેદવારો નોંધાયા હતા. જોકે, 1995ના વર્ષમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ઝાલાવાડમાં 6 બેઠકો હતી. ત્યારબાદ નવા સીમાંકનને લીધે 2012થી પાંચ બેઠકો થઇ હતી. વર્ષે પાંચ બેઠકો પર 66 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. જયારે સૌથી ઓછા ઉમેદવારો પર નજર કરીએ તો વર્ષ 1962ની પ્રથમ ચૂંટણીમાં સૌથી ઓછા ઉમેદવારો હતા. વર્ષે જયારે 66 ઉમેદવારો મેદાને છે.

1962 17

1967 21

1972 29

1975 24

1980 33

1985 36

1990 68

1995 83

1998 41

2002 45

2007 46

2012 52

2017 66

ચૂંટણી વાઇઝ

ઉમેદવારોની સંખ્યા

અગાઉ જિલ્લામાં લીંબડી બેઠક અનામત હતી

સીમાંકનને લીધે પાંચમાંથી અને માંથી પાંચ બેઠકો થઇ

વર્ષ1962માં વિધાનસભા ચૂંટણીની શરૂઆત વખતે ઝાલાવાડમાં પાંચ બેઠકો હતી. ત્યારબાદ 1967 અને 1972 સુધી પાંચ બેઠકો હતી. જયારે 1975થી નવા સીમાંકનને લીધે 1975, 1980, 1985, 1990, 1995, 1998, 2002 અને 2007 સુધી બેઠકો થઇ હતી. જયારે વર્ષ 2012થી નવા સીમાંકનને લીધે ફરી પાંચ બેઠકો કરી દેવાઇ હતી.

વિધાનસભા ચૂંટણીની શરૂઆત વર્ષ 1962થી થઇ છે. 1962માં જિલ્લામાં પાંચ બેઠકો હતી. જેમાં લીંબડી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રહેતી હતી. 1962માં લીંબડી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પેથાભાઇ ગણેશભાઇ પરમાર સૌ પ્રથમ અનામત બેઠક પર વિજેતા થયા હતા. ત્યારબાદ વર્ષ 1975માં નવા સીમાંકનને લીધે 6 બેઠકો થઇ હતી.

ચૂંટણીનું વર્ષ ઉમેદવારોની સંખ્યા

વખતે ચૂંટણીમાં 66 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

અન્ય સમાચારો પણ છે...