• Gujarati News
  • હળવદતાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે એક કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર

હળવદતાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે એક કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદતાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે એક કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર બનાવાયું છે. રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજયપાલ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રસંગે રાજયપાલે જણાવ્યું હતું કે, દેશના ધર્મગ્રંથોનો સાર ધર્મનાં વિષય પર આવેલો છે. ધાર્મિક મહોત્સવમાં 7 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

હળવદ તાલુકાનાં નવા ઘનશ્યામગઢ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા એક કરોડનાં ખર્ચે નવનિર્મિત રામજી મંદિર બનાવ્યું છે. ત્યારે શનિવારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરાયુ હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી ઘનશ્યાગઢ ગામે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સભા મંડપમાં આવ્યા હતાં. પ્રસંગે રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, મંદિરોએ તો સાંસ્કૃતિનું ગૌરવ વધારનાર છે. મંદિરો ધર્મને બચાવે છે. સંસ્કૃતને સાચવે અને લોકો એકમત કરે છે. ધર્મ સાથે એકતા સાધવાનું કામ મંદિર કરે છે.

ભાઈચારો કેળવે છે. પ્રસંગે સુરેન્દ્રનગરનાં સાંસદ સભ્ય દેવજીભાઈ ફત્તેપરાએ ગામના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાંટ આપવાની જાહેરાત કરી હતી.

પ્રસંગે પંચાયતમંત્રી જયંતિભાઈ કવાડીયા, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જિલ્લા ક્લેકટર રાવલ, જિલ્લા પોલીસવડા દવે, પાલિકા પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, રજનીભાઈ સંઘાણી, ઘનશ્યાગઢ સરપંચ દયારામભાઈ પટેલ સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા હસુભાઈ કવાડીયા, બચુભાઈ ગાંધી, કમલેશભાઈ માકાસણા, જયંતિભાઈ સુરાણી, ઇશ્વરભાઈ ગોપાણી સહિતના વગેરે ભારે જહેમત ઉઠાવી હતી અને વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.