તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલા વિધાનસભામાં મૂળી, થાન કરશે હારજીતનો ફેંસલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2010ની પેટા ચૂંટણીથી ગણીત બદલાયું

જ્ઞાતિવાર સમીકરણ, કુલ મતો અંદાજે 2,30,236


સુરેન્દ્રનગરજિલ્લામાં ખાસ કરીને કોળી જ્ઞાતીનો દબદબો ધરાવતી ચોટીલા વિધાનસભાની ચૂંટણીમાં વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેએ જિલ્લાનાં અને તે પણ નવા ચહેરાને ચાન્સ આપીને નવા રાજકીય સમીકરણો રચ્યા છે. ત્યારે વિધાનસભા ચોટીલાના નામે ભલે ઓળખાતી હોય પરંતુ તેનો હારજીતનો ફેંસલો તો મૂળી અને થાનના મતદારોની લીડ પર રહેશે.

ઠાંગા પંથક તરીકે ઓળખાતા ચોટીલાનાં ગામડાઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછુ છે. નાના-નાના ગામડામાં રહેતા માનવીને રાજય કે કેન્દ્ર સરકાર સુધીનાં કોઇ કામની જરૂર નથી પડતી. અને આથી બેઠક સ્થાનીક પ્રજાનાં મુદ્દાઓ મહત્વના રહેશે.

સૌથી વધુ મતદારોને ધ્યાને રાખીને કોંગ્રેસે કરમશીભાઈ મકવાણાનો રાજકીય વારસો ધરાવતા ઋત્વિકભાઈ મકવાણાને જ્યારે ભાજપે ચોટીલાના પ્રોપર વતની જીણાભાઈ ડેરવાડીયાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ પાસે રાજકીય વારસો છે. તો સામે ભાજપ પાસે સંગઠનની તાકાત છે. છતા બેઠક પર કોળી અને ભરવાડ જ્ઞાતી વચ્ચે ચાલતી જૂથ અથડામણની અસર મતદાન પર ચોક્કસ પડશે. જેમાં ભાજપને ફાયદો થશે કે કોંગ્રેસને તે કહેવુ મુશ્કેલ છે. મોટા ભાગે બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ બહારના ઉમેદવારો આપ્યા છે. ત્યારે વખતે પરિસ્થિતિ બદલાઇ છે. ભાજપ અને કોંગ્રેસ બંને બેઠક જીતવા માટે કેસરીયા કરીને મેદાનમાં ઉતરી ગયા છે. પરંતુ હારજીતનો ફેસલો મૂળી અને થાન પંથકનાં મતદારોનાં હાથમાં હોવાનું કહેવાય છે. કારણ કે ગત વિધાનસભામાં ભાજપનાં ઉમેદવારનો અંદાજે 12 હજાર મતે વિજય થયો હતો. જેમાં 9 હજાર મતની લીડ મૂળી અને થાન પંથકે આપી હતી. વખતે ભાજપ અને કોંગ્રેસ બંને માટે સમીકરણો બદલાયા છે. ત્યારે થાન અને મૂળી કોના પડખે ઉભુ રહેશે તેનું ભરેલુ નાળીયેર છે. છતાં બંને પક્ષ હાલ તો પરસેવો પાડતા થઇ ગયા છે. અને ગામડામાં બેઠેલો મતદાર બધુ મુંગા મોઢે જોઇ રહ્યો છે.

ચોટીલા વિધાનસભાની બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ 2010માં જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારથી બેઠક પર ભાજપે કબજો જમાવ્યો છે. બે પેટા ચૂંટણી અને ગત વિધાનસભા ત્રણવાર બેઠક પર ભાજપનો વિજય થયો છે.

શામજીભાઈનાં ગાજ્યા મેઘ કેટલા વરસશે

ટીકીટકપાવાને કારણે વિધાનસભાનાં રનીંગ ધારાસભ્ય સામજીભાઈ ચૌહાણ તથા તેમના સમર્થકોનો રોષ ચરમસીમાએ છે.કોઇપણ ભોગે ભાજપને પછાડવા માટે તેઓ દોડધામ કરી રહ્યા છે. ત્યારે તેમના ગાજ્યા મેઘ કેટલા વરસે છે તે તો પરિણામ બતાવશે.

દેવીપુજક,સાધુ, વાણંદ,સુથાર, દરજી અન્ય ઓબીસી મળી 15,900

લેઉવાપટેલ, જૈન, બ્રાહ્મણ, લોહાણા સોની, કંસારા 8,600

જ્ઞાતિ મત

તળપદાકોળી 78,000

ભરવાડ-રબારી24,000

ચુ.કોળી(ઠાકોર)23,000

એસ.સી.22,000

કાઠીદરબાર15,000

ગીરાસદારક્ષત્રિય 10,000

રજપુત8,000

પ્રજાપતિ7,500

કડવાપટેલ 7,000

દલવાડી6,500

મુસ્લીમ6,500

રાજકીય વારસા સાથે કોંગ્રેસ તો સંગઠનનાં સહારે ભાજપના ઉમેદવારોનો જંગ : ગત ચૂંટણીમાં થાન-મૂળીએ ભાજપને 9 હજારની લીડ અપાવી હતી

ચૂંટણીની સમીક્ષા | કોળી જ્ઞાતિના પ્રભુત્વવાળી બેઠક ભરેલું નાળિયેર : બંને પક્ષે નવા ચહેરા

અન્ય સમાચારો પણ છે...