તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળી હોસ્પિટલની બ્લડબેંક સાત મહિનાથી બંધ હાલતમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીસરકારી હોસ્પિટલમાં છેલ્લા સાતેક મહીનાંથી માત્ર લાઇસન્સ રીન્યુ થતા બ્લડબેંક બંધ હાલતમાં છે. આથી અંહી આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી બ્લડબેંક શરૂ કરાય તેવી સ્થાનિકો અને દર્દીઓ માંગ કરી રહ્યા છે.

મૂળીમાં આવેલ સરકારી દવાખાનુ દિવસને દિવસે એકતરફ સુવિધાઓ વધારી રહ્યું છે અને બીજી તરફ જુની સેવાઓ બંધ કરતુ હોય તેમ લાગી રહ્યું છે. મૂળી હોસ્પિટલએ સામાન્ય વર્ગનાં લોકો માટે આર્શીવાદ સમાન છે. અને હાઇવે હોવાથી અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. આથી લોકોની સતત અંહી ભીડ રહેતી હોય છે. ત્યારે અંહી બે વર્ષ પહેલાજ લોકોને બ્લડઅંહીથીજ મળી રહે તે માટે બ્લડબેંક શરૂ કરવામાં આવી છે. પરંતુ છેલ્લા સાત મહીનાંથી બ્લડબેંક બંધ હાલતમાં હોવાથી અંહી આવતા દર્દીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. અને છુટકે સુરેન્દ્રનગર સુધી લાંબુ થવુ પડે છે. તેમજ ઇમર્જન્સીમાં લોકોને જીવપણ ગુમાવવો પડે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી બ્લડબેંક શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો અને દદિૅઓ માંગ કરી રહ્યા છે.

અંગે હોસ્પિટલનાં કલાર્ક ઓમદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે બ્લડબેંકનું ફ્રુડએન્ડ કંટ્રોલ વિભાગમાં લાઇસન્સ રીન્યુ માટે તમામ કાગળો આપીદેવામાં આવ્યા છે. તેમ છતા હજુસુધી લાઇસન્સ રીન્યું થયું હોવાથી બ્લડબેંક બંધ છે અને લોકોને હાલાકી પડી રહી છે. લાઇસન્સ આવતાજ બેંક ફરી શરૂ કરવામાં આવશે.

બ્લડબેંક બંધ લોકોને લોહી માટે બહાર જવુ પડે છે

અન્ય સમાચારો પણ છે...