કોંગ્રેસ નબળી...
ઉડીનેઆંખે વળગે તેવી હતી. ત્યારે ઘીના ઠામમાં ઘી પાડીને વઢવાણ વિધાનસભાના ઉમેદવાર ધનજીભાઇ પટેલના પ્રચાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ સુરેન્દ્રનગર આવ્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસ, રાહુલ ગાંધી અને ખાસ કરીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસીંઘ પર વાકબાણો છોડયા હતા. નરેન્દ્રભાઇએ મને નર્મદા વિશે કાંઇ રજૂઆત કરી હતી તેવા મનમોહનના નિવેદનને જુઠાણા ગણાવી કહ્યુ હતુ કે, બાર વર્ષે બાવો બોલ્યો જા બેટા કાળ. સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરે જે દલીલો રજૂ થઇ હતી તેમાં કોંગ્રેસ હિન્દુ અને રામની વિરોધી હોવાની બાબત સ્પષ્ટ થઇ ગઇ હોવાનું તેમણે જણાવ્યુ હતુ. આટલુ નહી પરંતુ કોંગ્રેસમાં ચાલતા વંશવાદની પણ તેમણે ટીકા કરી હતી. કોંગ્રેસ પરિવારના આધાર પર આગળ વધી રહી છે. કોંગ્રેસ એટલી બધી નિર્બળ પડી ગઇ છે કે, તીન તગડીના શરણે થઇ ગઇ હોવાનું કહી હાર્દિક, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરને પણ યાદ કર્યા હતા. હિન્દુ આતંકવાદ દેશને નુકશાન કરતો હોવાનું કહેનાર કોંગ્રેસના રાહુલ મંદિરે જઇ માથુ ટેકવે છે તેના પર કટાક્ષ કરતા રૂપાણીએ જણાવ્યુ કે, સારૂ મંદિરે જવાથી ભગવાન તેમને સમજદારી આપે. જાહેર સભા પૂર્ણ થયા બાદ વિજયભાઇ રૂપાણીએ જૈનો સાથે ખાસ બેઠક યોજીને મિચ્છામી દુક્કડમ કર્યા હતા.
રામમંદિરના...
ભાજપનાઉમેદવાર કીરીટસિંહ રાણાના પ્રચાર માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ ચૂડા આવ્યા હતા. જયાં મંદિરે મંદિરે દર્શન કરવા જતા રાહુલ ગાંધીને ઢોંગી ગણાવ્યા હતા. ગુજરાતની ચૂંટણી જાહેર થઇ ત્યારથી રાહુલને મંદિરો યાદ આવ્યા હોવાનું પણ જણાવ્યુ હતુ. આટલુ નહી પરંતુ ગુજરાત પર જયારે આફત આવે છે ત્યારે રાહુલ ગાંધી અમેરીકા કે નાનીના ઘરે ઇટાલી પીકનીક મનાવતા હોય છે. કોંગ્રેસ ખરેખર વર્તમાન સમયે દેશ માટે બોજ અને એક મોટી સમસ્યા બની ગઇ છે. જાતી અને ધર્મના નામે સમાજના ટુકડા કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. અને આથી કોંગ્રેસના શાસનમાં તોફાનો અને અરાજકતા ફેલાઇ હોવાનું કહી યોગીએ આકરો મીજાજ બતાવ્યો હતો.
સુરેન્દ્રનગરજિલ્લામાં...
મોતઠંડી અને વાતાવરણના કારણે થયા હોવાનું બહાર આવ્યુ હતું. જેમાં વઢવાણમાં 28, સાયલામાં 20, ચૂડામાં 20, લીંબડીમાં 15, ધ્રાંગધ્રામાં 14, પાટડીમાં 14, લખતરમાં 5, બજાણા સહિતની પાંજરાપોળો અને વીડોમાં અંદાજે 200થી વધુ નાના મોટા પશુઓનાં મોત થયા હતાં. જ્યારે વાતાવરણને ધ્યાને લઇને કેટલાંક લોકો અશ્કત અને બિમાર પશુઓને પાંજરાપોળમાં ખસેડાતા દિવસે દિવસે પાંજરાપોળોમાં પણ પશુઓની સંખ્યા વધી રહી છે.
પશુઓમાંરોગપ્રતિકારક શક્તિ ઓછી થતા વધુ અસર
સુરેન્દ્રનગરજિલ્લાનાં કેટલાક તાલુકાઓમાં પડેલો અછતનો પડછાયો પશુઓને પણ અસર કરી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં ઘાસચારો તેમજ પાણી મળતા શારિરીક શક્તિ પણ પશુઓમાં ઓછી થતી જોવાઇ રહી છે. અને પશુઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાનું ધ્યાને આવ્યુ હતું. જેના કારણે આવા વાતાવરણમાં પશુ ઝડપથી મોતને ભેટી શકે છે.
3લાખની ઉઘરાણી...
ગામેઆવ્યા હતા. પરિણામે લાલુભાએ આપેલા પૈસાની ઉઘરાણી કરાતા ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં હાલ બહાર આવ્યુ હતું. હત્યાના બનાવમાં એક શખ્સ ઝડપાતા તેને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ પર પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉપરાંત બનાવમાં ઉપયોગમાં કરેલા હથિયાર, મૃતકના મોબાઇલ ફોન તેમજ હત્યાના બનાવમાં બીજા પણ નામ ખૂલવાની પોલીસને શકયતા છે.
સવારપડતાં...
પેનલડોક્ટરની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરાવી લાશ એમના પરિવારજનોને સોંપવામાં આવી હતી. વધુમાં હત્યારાઓએ ખેતરમાં લાશ દાટવા માટે ખાડો ખોદ્યાનું પણ બહાર આવ્યું હતુ. પરંતુ સવાર થઇ જતા હત્યારાઓ ખાડો અધુરો મુકી નાશી છુટ્યા હતા.