સુરેન્દ્રનગર જિલ્લામાં 200થી વધુ પશુઓ મરણને શરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંદા પશુને પાંજરાપોળમાં લવાયા

સુરેન્દ્રનગરજિલ્લામાં ઓખીની અસર જનજીવન પર વર્તાઇ હતી. ત્યારે સૌથી વધુ અસર અબોલ પશુઓ પર થઇ હોવાનું બહાર આવ્યુ હતું. જેમાં જિલ્લામાં આવેલા જુદા જુદા પાંજરાપોળો અને વીડોમાં ઠંડી તેમજ વાતાવરણના પલટાથી અંદાજે 200થી વધુ પશુઓના મોત થયા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લાનાં અનેક સ્થળોએ પ્લાસ્ટીક સહિતની ચીજવસ્તુઓ આરોગીને અબોલપશુઓ પોતાના પેટ ભરી રહ્યાં હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જ્યારે બીજી તરફ નિ:સહાય અને અશક્ત ગાય,વાછડા-વાછરડી, ભેંસ, બળદ, ખૂંટ, બોકડા વગેરે પશુઓ જિલ્લાના વિવિધ સ્થળોએ આવેલા પાંજરાપોળમાં આશ્રય લઇ રહ્યાં છે. વઢવાણ પાંજરાપોળના ડેલે હાલ 1175 અને વીડમાં 2003 સહિત અંદાજે કુલ 3178 જેટલા પશુઓ આશ્રય લઇ રહ્યાં છે. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં સર્જાયેલા વાતાવરણમાં પલટો તેમજ ઓખીનો ડોળો જાણે પશુઓ ઉપર ભર્યો હોય તેવી ઘટના સામે આવી હતી. જિલ્લાના પાંજરાપોળોના ડેલા તેમજ વીડોમાં અંદાજે 200થી વધુ અશક્ત, બિમાર નાન મોટા પશુઓનાં

અનુસંધાનપાના નં.3

જિલ્લામાં કયા કયા મહાજન પાંજરાપોળની વ્યવસ્થા

વઢવાણ, લખતર, મૂળી, ચોટીલા, સાયલા, ધ્રાંગધ્રા, લીંબડી,ચૂડા, થાનગઢ, પાણશીણા, હળવદ,આદરીયાણા ખોડાઢોર, ગેડીયા, પાટડી, ટીંકર (રણ) સહિતના સ્થળોએ મહાજન પાંજરાપોળની વ્યવસ્થા છે. જેમાં મોટી સંખ્યામાં પાંજરાપોળના ડેલા તેમજ વીડમાં પશુઓ આશ્રય લઇ રહ્યાં છે.

ઠંડીના કારણે આવી વસ્તુ બની શકે છે

^ઠંડીનુંપ્રમાણ અને આવા વાતાવરણની અસરના કારણે દૂધાળા પશુઓ દૂધ ઓછુ આપે છે અને દૂધઉત્પાદન પણ ઘટી શકે છે. ઠંડીના કારણે પશુઓનાં મોત થાય તેવી વસ્તુ બની શકે છે. પરંતુ હજુ સુધી અમારી પાસે આવી કોઇ જાણકારી નથી. > પ્રવિણભાઈમોદી, જિલ્લાનાયબ પશુપાલક નિયામક

વાહનો દ્વારા અશકત અને બિમાર પશુઓને પાંજરાપોળમાં લવાયા હતા.

અશક્ત, બિમાર તેમજ નાના પશુઓ વાતાવરણમાં ચડયા ઝપટે

ઓખીની અસર અબોલ જીવોને ભરખી ગઇ

અન્ય સમાચારો પણ છે...