• Gujarati News
  • વઢવાણમાં ધાબા પરથી વૃધ્ધ પટકાતા મોત

વઢવાણમાં ધાબા પરથી વૃધ્ધ પટકાતા મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં ધાબા પરથી વૃધ્ધ પટકાતા મોત



વઢવાણશહેરનાં 80 ફૂટ રોડ પર નવજીવનપાર્ક-1,પ્રજાપતિની વાડી પાસે રહેતા 86 વર્ષનાં વૃધ્ધને ચક્કર આવતા ધાબા પરથી અકસ્માતે પડી ગયા હતાં. ત્યારે ગંભીર હાલતમાં અમદાવાદ લઇ જવાતા સારવાર દરમિયાન વૃધ્ધનું મોત થયુ હતું.

વઢવાણ શહેરનાં 80 ફૂટ રોડ પર નવજીવનપાર્ક-1,પ્રજાપતિની વાડી પાસે રહેતા 86 વર્ષનાં નાથાભાઇ ટપુભાઈ સતાપરા ઘરના ધાબા પરથી ચક્કર આવતા અકસ્માતે પડી ગયા હતાં. બનાવમાં નાથાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સુરેન્દ્રનગર બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતાં. ત્યારે 13 ઓક્ટોબરના રોજ નાથાભાઈનું સારવાર દરમિયાન મોત થતા ફરજ પરના તબીબે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. આથી પોલીસે નાથાભાઈનું અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ જી.એસ.ઝાંપડીયા ચલાવી રહ્યાં છે.