બલદાણાના કાલા કપાસના વેપારીની હત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બલદાણાગામના કાલા કપાસના વેપારીની તિક્ષ્ણ હથિયારોથી હત્યા કરેલી લાશ ખેતરમાંથી મળી આવતા ગામમાં સન્નાટો ફેલાઇ ગયો હતો. બનાવની ગંભીરતાને લઇને પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ લાશનું પી.એમ. કરાવીને હત્યાની ઘટનાને અંજામ આપનાર અજાણ્યા શખ્સોને પકડવા તપાસ હાથ ધરી હતી.

વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં 41 વર્ષના લાલુભા ગંભીરસિંહ અશ્વાર પરિવારજનો સાથે રહે છે. ઉપરાંત ખેતી કામ સાથે કાલા કપાસના તેમજ પેટ્રોલપંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પાસે અંબારામભાઈ ખોડાભાઈ પટેલનાં ખેતરમાં તા. 4 ડિસેમ્બરને રાત્રે 11 થી તા. 5 ડિસેમ્બર સવારે 9 દરમિયાન કોઇપણ સમયે લાલુભાની હત્યા થઇ હોવાનું બહાર આવતા ગામમાં સન્નાટો ફેલાઇ ગયો હતો. પરિણામે ખેતરના સ્થળે પણ લોકોના

અનુસંધાનપાના નં.3

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પાસે ખેતરમાં બલદાણાના કાલા કપાસના વેપારીની તિક્ષ્ણ હથિયારોથી હત્યા થતા પોલીસ અને લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. તસવીર-પ્રવિણસોલંકી

અજાણ્યા શખ્સોએ કામ તમામ કર્યુ ? રહસ્ય ઘેરાયું

હું આવું છું તેમ કહી ઘેરથી નીકળ્યા

બેસંતાન, પત્ની સાથે રહેતા લાલુભાએ પરિવારજનો કહ્યું કે હું આવુ છુ તેમ કહીને ઘેરથી નીકળી ગયા હતાં. પરંતુ સવાર થવા છતાં ઘેર લાલુભા પરત ફરતા તેમના પત્નીએ પરિવારજનોને જણાવ્યું હતું. ત્યારબાદ શોધખોળ હાથ ધરતા તેઓની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

ખેતરમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી : પ્રેમસંબંધની દિશામાં પોલીસનો તપાસ ધમધમાટ

અન્ય સમાચારો પણ છે...