લીંબડીમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર એલસીબી ટીમ લીંબડી શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે જૂના બસ સ્ટેશન પાસે એક શખ્સ વરલી મટકાના આંકફેરનો જુગાર રમાડતો હોવાની બાતમી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળી હતી. આથી પીએસઆઇ આર.ડી.ગોહિલ સહિતનાઓએ દરોડો કરી લીંબડીના કંસારા બજારમાં રહેતા ભરતભાઇ ગાંડાભાઇ ડણીયાને રોકડા રૂપિયા 10,100, મોબાઇલ ફોન સહિત રૂપિયા 10,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ સામે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવીરહી છે.

અન્ય સમાચારો પણ છે...