રતનપરમાં પીવાનું પાણી ગંદું વિતરણ કરાતા લોકોમાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલ અનેક સોસાયટીઓમાં ગંદુ વાસયુકત પાણીનું વિતરણ થતુ હોવાની બુમરાડો ઉઠી છે. જેમાં 15થી વધુ સોસાયટીઓમાં છેલ્લા એક અઠવાડીયાથી આ વાસયુક્ત પાણી વપરાશમાં ન લઇ શકાતા રહીશો વેચાતા પાણીનો વપરાશ કરવા મજબૂર બન્યા છે. જ્યારે આ ખરાબ પાણીના વપરાશથી પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે.

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા લોકોને પીવા તથા વપરાશના પાણી મળે તેવી સુવિધા માટે પાણીની લાઇન નાંખવામાં આવી છે જ્યારે અમુક વિસ્તારોમાં કામ ચાલી રહ્યું છે. ત્યારે શહેરના રતનપર વિસ્તારની આદેશ્વર , ભગવતી , નેમીનાથ, માંડવરાયજી, વિહારપાર્ક સહિતની 15થી વધુ સોસાયટીઓમાં રહેતા રહીશોને ગંદા પાણી વિતરણ કરાતા હોવાથી રહીશો પીવા માટે તો ઉપયોગમાં નથી જ લઇ શકતા. પરંતુ આ ગંદુ પાણી વાસ યુક્ત હોવાથી નહાવા કે વાસણ અથવા ઘર સાફ કરવામાં પણ

અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...