જોરાવરનગર શાળાનં.9માં વાનગી હરીફાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના જોરાવર નગર ખાતેઆવેલ શાળાનં.9માં ધો.5 થી ધો.8માં ભણતા વિદ્યાર્થીઓ માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં શાળાના કુલ 110 વિદ્યાર્થીઓએ ઉત્સાહ પુર્વક ભાગ લઇને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી. પ્રસંગે શાળાનં.7ના બાળસાહિત્યકાર મનોજ પંડ્યાએ તમામ વાનગીઓનું નિરીક્ષણ કરી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય નારાણભાઇ વાધેલા તથા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...