• Gujarati News
  • વઢવાણમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

વઢવાણમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ શહેરમાં જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિ ફૂલીફાલી છે. ત્યારે વઢવાણ-સુરેન્દ્રનગર રોડ પર શ્રદ્ધા હોટલની પાછળ વઢવાણ પોલીસે જુગારનો દરોડો પાડયો હતો. આ દરોડામાં ગુડદી પાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ. ૧૩,૫૫૦નાં મુદ્દામાલસાથે ઝડપી પાડયા હતાં.
વઢવાણ શહેરમાં દારૂ, જુગાર સહિતની પ્રવૃત્તિઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે વઢવાણ-સુરેન્દ્રનગર રોડ પર શ્રદ્ધા હોટલની પાછળ જુગાર રમાતો હોવાની બાતમી વઢવાણ પોલીસને મળી હતી. આથી વઢવાણ પોલીસે આ સ્થળે જુગારનો દરોડો પાડયો હતો. જેમાં ગુડદી પાસાનો જુગાર રમતા મોહસીન અબ્દુલશા દિવાન, મનસુરભાઈ મુન્નાભાઈ ભટ્ટી અને ઇમ્તિયાઝ સિંકદરભાઈ ઝડપાઇ ગયા હતાં. આથી વઢવાણ પોલીસે પટમાંથી રોકડા રૂ. ૮,૭૫૦, ચાર મોબાઇલ સહિતનો રૂ. ૧૩,૫૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યોહતો.