રતનપરમાં જુગારનો દરોડો 3 શખ્સ ઝડપાયા, 3 ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રતનપરનીમસ્જીદ પાસે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો. જેમાં 3 શખ્સ પોલીસના હાથે ઝડપાયા હતા. જયારે ત્રણ શખ્સ ફરાર થઇ ગયા હતા. દરોડામાં પોલીસે રૂપિયા 3660 રોકડા અને મોબાઇલ સહિત રૂપીયા 5160નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રતનપરમાં આવેલી મદીના મસ્જીદ પાસે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પીએસઆઇ એ.પી.ગઢવી સહિતનાઓએ દરોડો કર્યો હતો. અચાનક પોલીસે દરોડો કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. દરોડા દરમિયાન પોલીસના હાથે ગફૂરભાઇ મોવર, આશીફભાઇ જામ, ઇમરાનભાઇ માણેક ઝડપાયા હતા. જયારે મહેબુબભાઇ મીયાણા, રહીમભાઇ માણેક અને મરીયમબેન ઉર્ફે પીંકીબેન હબીબભાઇ માણેક નાસી છૂટ્યા હતા.

રૂપિયા 3660 રોકડ સહિતની મત્તા જપ્ત

અન્ય સમાચારો પણ છે...