• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરમાં પ્રેમીએ લગ્નની ના પાડી પ્રેમિકાને ઝેરી દવા પીવડાવી

સુરેન્દ્રનગરમાં પ્રેમીએ લગ્નની ના પાડી પ્રેમિકાને ઝેરી દવા પીવડાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરનીસી.યુ.શાહ લો કોલેજ પાસે પ્રેમીએ પ્રેમીકાને ઝેરી દવા પીવડાવી દેતા ચકચાર ફેલાઇ હતી. ભોગ બનનાર પ્રેમીકાને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઇ જવાતા પ્રેમી સામે બી-ડિવીઝન પોલીસ મથકે પ્રેમીકાએ ફરિયાદ નોંધાવી હતી.

સુરેન્દ્રનગર શહેરની કોલેજ, શાળાઓ સહિતની જગ્યાઓ પર પ્રેમ પાંગરવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે રતનપરમાં રહેતા પૂજાબેન અને ચોકડી ગામના દશરથભાઈ સી.યુ.શાહ લો-કોલેજમાં અભ્યાસ કરતા બંનેની આંખો મળી ગઇ હતી. ત્યારે બનવામાં લગ્નની લાલચ આપીને ઝેરી દવા સુધી પહોંચ્યો હોવાનું બહાર આવતા ચકચાર ફેલાઇ હતી. બનાવ અંગે બી ડિવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગરની લો-કોલેજ પાસે ચૂડા તાલુકાના ચોકડી ગામના દશરથભાઈ ભોપાભાઈ ચૌહાણે પૂજાબેન નરેન્દ્રભાઈ પારઘીને લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ લગ્ન કરવાની દશરથભાઈએ ના પાડી જાતિ અંગે અપમાનીત કર્યા હતાં. ઉપરાંત બાવડુ પકડીને બળજબરી મારી નાંખવાના ઇરાદે ઝેરી જંતુનાશક દવા પીવડાવી દશરથભાઈ નાસી છૂટ્યા હોવાની પૂજાબેને ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પૂજાબેનને સારવાર માટે શહેરની સી.જે.હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં.

ચોકડી ગામના યુવક રતનપરની યુવતીને ઝેર પીવડાવી ફરાર થઇ ગયો

અન્ય સમાચારો પણ છે...