પશુપાલકોમાં આનંદો : સભાસદોને રૂપિયા 60 હજારનું ધિરાણ મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનીસૂરસાગર ડેરી દ્વારા પ્રતિદિન 6 લાખ કિલો દૂધનું સંપાદન કરાય છે. ત્યારે પશુપાલકોને યોગ્ય સમયે ધીરાણ મળી રહે તે માટે ડેરી દ્વારા બેંક સાથે એમઓયુ કરાયા છે. જેના લીધે 75 હજાર કરતા વધુ પશુપાલકોને ધીરાણ મળવાથી વાતથી આનંદની લાગણી ફેલાઇ છે.

સુરેન્દ્રનગરની સૂરસાગર ડેરી અંતર્ગત 766 દૂધ મંડળીઓ નોંધાયેલી છે. જેમાં 75 હજાર કરતા વધુ પશુપાલકો દૈનીક 6 લાખ કિલો કરતા વધુનું દૂધ મોકલે છે. ત્યારે પશુપાલકોને ઓછા વરસાદના સમયે ઘાસચારાની તંગીના સમયમાં મદદરૂપ થવાય તે માટે તાજેતરમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કરાયો છે. ઉપરાંત તાજેતરમાં ડેરીના સંચાલકો દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે એમઓયુ કરાયા છે. જે અંતર્ગત દૂધ મંડળીના સભાસદોને રૂપિયા 60 હજારનું ધીરાણ બેંક દ્વારા આપવામાં આવશે. ઉપરાંત મહિલા સભાસદોને દૂધાળા પશુઓના એકમની સ્થાપના કરવા માટે સરકાર દ્વારા 5 ટકા અને જીસીએમએમએફ દ્વારા 2 ટકા વ્યાજ સહાય અપાશે.

જિલ્લાની સૂરસાગર ડેરી દ્વારા SBI સાથે MOU

એકમની સ્થાપના કરવા સરકાર દ્વારા 5% વ્યાજે સહાય મળશે

અન્ય સમાચારો પણ છે...