• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર શહેરમાં ઓવરબ્રીજનાં કામમાં હવે પાકા ડાયવર્ઝન બનશે

સુરેન્દ્રનગર શહેરમાં ઓવરબ્રીજનાં કામમાં હવે પાકા ડાયવર્ઝન બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરમાં ચાલી રહેલા ઓવરબ્રીજનાં કામમાં કાચા ડાયવર્ઝનથી પ્રજા તોબા ઉઠી હતી. અનેક લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. પરંતુ હવે લોકોની સમસ્યા હળવી બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. તંત્ર દ્વારા પાકા ડાયવર્ઝન બનાવવાનું આયોજન કર્યું છે.

સુરેન્દ્રનગરમાં રૂ.36 કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પરંતુ ઓવરબ્રીજના કામમાં કરવામાં આવતા આડેધડ ખોદકામથી લોકો પરેશાન થઇ ઉઠ્યા છે. પ્રતિદિન હજારો લોકોની અવર જવર ધરાવતા રસ્તા પર ફાટકથી ગોકુલ હોટલ સુધીનું ડાયવર્ઝન ખૂબજ ખરાબ હોવાથી દિવસમાં અનેક મુસાફરો અકસ્માતનો ભોગ બનતા હતા. એક ખરાબ હોવાથી દિવસમાં અનેક મુસાફરો અકસ્માતનો ભોગ બનતા હતા. એક દિવસમાં આડ વ્યક્તિ પડી જવાની પણ ઘટના બની હતી. ધારાસભ્ય વર્ષાબેન દોશી સહિતની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઇ ડાયવર્ઝનની તપાસ કરી હતી. આથી નિયમ અનુસાર પાકા ડાયવર્ઝન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી ફાટકથી ગોકુલ હોટલ સુધીનો ડાયવર્ઝન રસ્તો ડામરનો બનશે.

ઓવરબ્રીજના પાકા ડાયવર્ઝન બનાવવા સ્થળ મુલાકાત લેવાઇ હતી. તસવીર-વિપુલજોષી

અંતે શહેરીજનોની સમસ્યા તંત્રને ધ્યાને આવી, પ્રજામાં હાશકારો

અન્ય સમાચારો પણ છે...