• Gujarati News
  • વઢવાણના બલદાણામાં ઢોર ચારવા બાબતે મારામારી

વઢવાણના બલદાણામાં ઢોર ચારવા બાબતે મારામારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |વઢવાણતાલુકાના બલદાણા ગામના ખેતરમાં એક શખ્સ ઢોર ચારતો હતો. ત્યારે ખેડૂતે મારા ખેતરમાં ઢોર કેમ ચારે છે તેમ કહી માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. વઢવાણ તાલુકાના બલદાણા ગામની સીમમાં આવેલ ખેતરમાં અમૃતભાઇ કાનજીભાઇ રબારી ઢોર ચારતા હતા. ત્યારે તુકારામભાઇ પોપટભાઇ પટેલે મારા ખેતરમાં ઢોર કેમ ચારે છે તેમ કહી અમૃતભાઇ રબારીને માર માર્યો હતો. બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.