તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં એક દિવસમાં 3 હજારથી વધુ બેંક ખાતા ખૂલ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં રૂપિયા 500 અને 1 હજારની નોટો બંધ થતા જેમના પાસે બેંકમાં ખાતા હોય તેવા લોકો નોટો એકસચેંજ કરવા બેંકો બહાર લાંબી કતારો લગાવે છે. આથી રાજય સરકારની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં 20થી વધુ સ્થળોએ કેમ્પ કરીને ખાતા ખોલવાનું અભિયાન શરૂ કરાયુ છે. જેમાં એક દિવસમાં 3 હજારથી વધુ લોકોના બેંક ખાતા ખોલી આપવામાં આવ્યા હતા.

રૂપિયા 500 અને 1 હજારની ચલણી નોટો બંધ થતા સૌથી વધુ હાડમારી સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની બેંકો દ્વારા પણ જેનું બેંકમાં ખાતુ હોય તેને નાણા એકસચેંજ કરી આપવાના નવા ફતવાથી સામાન્ય વર્ગના લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આથી રાજય સરકાર દ્વારા જેમના બેંકોમાં ખાતા હોય તેવા લોકોના તાકીદે બેંક એકાઉન્ટ ખોલવા ખાસ કેમ્પ યોજવાનો આદેશ કરાયો હતો. જે અંતર્ગત સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ પર બહુચર હોટલ પાસે રવિવારે સવારે કલેકટર ઉદીત અગ્રવાલ, અધિક કલેકટર નરેન્દ્રસિંહ રાજપૂત, ચીફ ઓફીસર ગિરીશભાઇ સરૈયાની ઉપસ્થિતિમાં કેમ્પને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં બહુચર હોટલ પાસે, જોરાવરનગર કોમ્યુનીટી હોલમાં, રતનપર રામેશ્વર મંદિર પાસે, જીનતાન ઉદ્યોગનગર પાસે, વઢવાણમાં જીઆઇડીસી અને મૂળચંદ રોડ પર તથા લીંબડી, ધ્રાંગધ્રા સહિતના શહેરોમાં 20થી વધુ કેમ્પો ખોલી આગામી તા. 5 સુધીમાં વધુમાં વધુ લોકોના ખાતા વિવિધ બેંકોમાં ખોલી આપવામાં આવનાર છે. જેના લીધે લોકો પોતાની પાસે રહેલી રૂપિયા 500 અને 1 હજારની નોટો પોતાના બેંક ખાતામાં જમા કરાવી શકે.

સુરેન્દ્રનગર શહેરમાં બેંક એકાઉન્ટ ખોલવા માટેના કેમ્પ યોજાયા હતા. તસવીર- ભાસ્કર

તંત્ર દ્વારા બેંક ખાતા હોય તેવા જરૂરિયાતમંદો માટે 20 સ્થળે ખાતા ખોલવાનો કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...