- Gujarati News
- કોર્ટ સમાધાનમાં એક પક્ષે પૈસા આપતા બીજા પક્ષનો વકીલ પર હુમલો
કોર્ટ સમાધાનમાં એક પક્ષે પૈસા આપતા બીજા પક્ષનો વકીલ પર હુમલો
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરશહેરનાં રાધે ટેર્નામેન્ટમાં રહેતા વકિલ રૂસ્તમભાઈ પીલુડીયાએ બે પક્ષો વચ્ચે કોઇ બનાવ બાબતે સમાધાન કરાવ્યું હતું. સમાધાનમાં અકબરભાઈ મુલ્લાને સામા પક્ષ પાસેથી રૂ. 10 હજાર લેવાના હતા. ત્યારે સામા પક્ષવાળાએ પૈસા આપતા વકિલ રૂસ્તમભાઈ સાથે બોલાચાલી કરીને અકબરભાઈએ માર માર્યો હતો. વકીલ પરના હૂમલાની ઘટનાને બાર એસોસિયેશને વખોડી કાઢી હતી. અને આરોપીને પકડવા માટે પ્રમુખ જગદીશભાઇ મીર સહિતના વકીલોએ યોગ્ય કાર્યવાહી કરવા સિટી પોલીસ મથકે રજૂઆત કરી હતી.