• Gujarati News
  • શંકાસ્પદ બે શખ્સ ઝડપાયા

શંકાસ્પદ બે શખ્સ ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંકાસ્પદ બે શખ્સ ઝડપાયા

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરઅને વઢવાણ શહેરમાં વાહનચોરીનાં બનાવો વધતા એલસીબી પી.એસ.આઈ. એમ.બી.અવસુરા, એ.એસ.આઇ. એ. એલ. મકરાણી, ડી.ડી.ચૌહાણ સહિતની ટીમે ચેકિંગ હાથ ધર્યુ હતું. વઢવાણ દૂધની ડેરી પાસેથી મોટરસાઇકલ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલા બે શખ્સોને અટકાવીને તલાસી સાથે પૂછપરછ કરાતા વઢવાણ નાથાવોરાની શેરીમાં રહેતા જયદિપસિંહ બળવંતસિંહ વાઘેલા અને દૂધની ડેરી પાસે રહેતા મહેન્દ્રસિંહ અભયસિંહ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. શખ્સો પાસે રહેલુ કાળા કલરનું રૂ. 20 હજારની કિંમતનું મોટરસાઇકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યુ હતું.