તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત ગાયો સાથે દલિતોના કલેકટર કચેરીમાં ધામા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાના નાના સમઢીયાળા ગામે દલીત પર થયેલા અત્યાચારના ઘેરા પ્રત્યાઘાતો સુરેન્દ્રનગરમાં પડયા હતા. ત્રણ વાહનોમાં મૃત ગાયો સાથે દલીતોએ કલેકટર કચેરીમાં ઘેરાવ કર્યો હતો. શિવસેનાના કાર્યકરોએ ગુજારેલા અત્યાચારના વિરોધમાં ન્યાયની માંગણી સાથે હવેથી મરેલા પશુ ઉપાડવાનું બંધ કરી દેવાનું આહવાન કર્યુ હતુ. કચેરીમાં મૃત પશુ ખડકી દેતા દોડધામ મચી હતી. અંતે સમજાવટ બાદ દલિતોએ પશુ ઉપાડી લેતા મામલો થાળે પડયો હતો.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢીયાળા ગામે ચાર દલિત યુવાનો સીમમાં મૃત પશુનું ચામડુ ઉતારવાનું પૈતૃક કાર્ય કરતા હતા. ત્યારે શિવસેનાના કાર્યકરોએ આવી દલિત યુવાનોને કપડા કઢાવી લોખંડના પાઇપ વડે માર મારી કાર પાછળ બાંધી જાહેમાં સરઘસ કાઢવાનો બનાવ બન્યો હતો. ત્યારે પોલીસ મથક સામે થયેલ બનાવમાં પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હોવાથી તાત્કાલીક તેઓને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર શહેરમાં દલિત સમાજે મૃત પશુઓ સાથે વિશાળ રેલી યોજી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનપત્રમાં દલિત આગેવાનોના જણાવાયા મુજબ કોઇપણ વ્યકિત ગૌરક્ષકના નામે કાયદો હાથમાં લે તેવુ જાહેરનામુ બહાર પાડવુ જોઇએ. જયારે 90 ટકા મૃત પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો નીકળે છે આથી પ્લાસ્ટીકના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદવો જોઇએ. જો મૃત પશુઓના ચામડુ ઉતારનાર લોકો પર આવા અત્યાચાર થતા રહેશે તો દલિત સમાજ સામૂહિક રીતે મૃત પશુઓને ઉપાડવાના કાર્યનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી. સુરેન્દ્રનગરના આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી મૃત પશુઓ સાથેની રેલીમાં વિશાળ સંખ્યામાં દલિત આગેવાનો ઉમટી પડયા હતા. જયારે દલિત આગેવાનો વાહનોમાં લાવેલા મૃત પશુઓનો કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં ખડકલો કરતા થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જયારે ધ્રાંગધ્રા સમસ્ત ગ્રામ્ય તથા શહેરી મૂળ નિવાસી બહુજન સમાજ, ધ્રાંગધ્રા દ્વારા બનાવના આરોપીઓ સામે કડક પગલા ભરવા માંગ સાથેનું આવેદનપત્ર અપાયુ હતુ.

જિલ્લામાં બનાવ બને તો કાર્યવાહીની લેખિત ખાત્રી

સુરેન્દ્રનગરજિલ્લામાં પણ દલીત સમાજના લોકો સાથે અત્યાચાર થાય છે. બાબતે કલેકટર તથા જિલ્લા પોલીસ વડા સાથે આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સુરેન્દ્નગર જિલ્લામાં પણ દલીત સામે આવા બનાવ બને તેની તકેદારી રાખવા સાથે જો બને તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને લેખીત ખાત્રી આપી હતી.

ઉનાના સમઢીયાળામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચારના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોમવારે જિલ્લાભરના દલિત સમાજ દ્વારા રેલી યોજી, મૃત પશુઓ સાથે કલેકટર કચેરીએ ધસી જઇ સુત્રોચ્ચાર કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે લોકોએ રોષ ઠાલવ્યો હતો. મુકેશ પરીખ

નાના સમઢિયાળા દલિત અત્યાચારના ઘેરા પ્રત્યાઘાત: અત્યાચાર ગુજારનાર શિવસેનાના કાર્યકરો પર ભારોભાર રોષ

કલેકટરે પ્રતિનિધિ મોકલી આવેદન સ્વીકાર્યુ

દલિત આગેવાનો કલેકટરને મળ્યા હતા. અને સમાજની લાગણીને માન આપીને નીચે આવી આવેદનપત્ર સ્વીકારવા માટે રજૂઆત કરી હતી. પરંતુ પોતે કામમાં હોવા સાથે આવી પ્રણાલી પડે તે માટે નીચે આવવા કલેકટરે ના પાડી હતી. પરંતુ સમાજના લોકોની લાગણીને માન આપીને અધિક કલેકટર નરેન્દ્રસિંહ રાજપૂતને નીચે મોકલીને આવેદનપત્ર સ્વીકાર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો