તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીયાદ ગામની વાડીમાંથી હથિયાર સાથે શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીપંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોની પ્રવૃત્તિને ધ્યાને લઇને પોલીસટીમે ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં બાતમી મળતા લીયાદ ગામની સીમમાં આવેલી વાડીમાં પોલીસે છાપો મારતા દેશી હાથ બનાવટી બંદૂક સાથે શખ્સને દબોચી લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખીને ફરતા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસતંત્રે કાર્યવાહી ધરી છે. દરમિયાન લીંબડી તાલુકાના ગ્રામ્યપંથકમાં પી.એસ.આઈ. આર.એમ.ચૂડાસમા, મહાવિરસિંહ ઝાલા, હરદેવસિંહ, ભરતદાન, મહીપાલસિંહ સહિતની ટીમે ઇન્ચાર્જ પી.આઈ. બી.બી.ભોગારાના માર્ગદર્શન નીચે નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યુ હતું. પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે લીંબડી તાલુકાના લીયાદ ગામની વાડીમાં ઝડપી કરી હતી.

જેમાં લીયાદ ગામના રતાભાઈ જેસીંગભાઈ સુરેલાના કબજામાંથી ગેરકાયદેસર લાઇસન્સ વગરની દેશી હાથ બનાવાટની જામગરી બંદૂક મળી આવી હતી. આથી પોલીસે હથિયાર સાથે ઝડપાયેલા શખ્સ સામે લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લીયાદ ગામની સીમમાં આવેલી વાડીમાંથી હથિયાર સાથે એક શખ્સને પોલીસે પકડી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો