તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • ધ્રાંગધ્રા ફૂલગલીના ગણપતિ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા ફૂલગલીના ગણપતિ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રાનાફૂલગલી વિસ્તારમાં હિન્દુ અને મુસ્લીમ લોકો રહે છે. અને હિન્દુ અને મુસ્લીમના દરેક તહેવાર સાથે મળીને ઊજવણી કરે છે. ત્યારે વિસ્તારમા રહેતા બાશીદભાઈ શેખ, મુન્નાભાઈ રબારી, પાર્થભાઈ ડોલડીયા, જીતેન્દ્રભાઇ જાદવ, ફારૂકભાઈ સિપાઈ અને વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લીમ સમાજના લોકો દ્વારા ગણેશ ઉત્સવ માનાવાનું નક્કી કરી ધામધૂમપૂર્વક ગણેશજીને તેડાવી સ્થાપના કરી હતી. જેમાં હિન્દુ અને મુસ્લીમ સમાજના લોકો રોજ ગણેશજીની આરતીમાં એને વિવિઘ પ્રસંગોમાં ભાગ લઇને ધામધૂમપૂર્વક ઊજવણી કરે છે. અને મોડી રાત્રિ સુધી રોજે રોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હિન્દુ અને મુસ્લીમ સમાજના એકતા પ્રતિક ફૂલગલી વિસ્તારના ગણેશ ઉત્સવને નિહાળવા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામા લોકો ઊમટી પડે છે. અંગે ફૂલગલી વિસ્તારના બાશીદભાઈ શેખે જણાવ્યું કે અમારા વિસ્તારમાં વર્ષોથી હિન્દુ અને મુસ્લીમ સમાજના લોકો હળીમળીને રહે છે. દરેક તહેવાર સાથે ઉજવણી કરે છે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા અમે યુવાનો ચાલુ રાખી ભાઈચારો જળવાઇ રહે તેનો ખ્યાલ રાખીએ છીએ.

ગણેશ મહોત્સવમાં ગુરુ વંદના કાર્યક્રમ કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સાયલાના મેળાના મેદાનમાં 22 વષથી થતા સાર્વજનિક ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે 15 થી વધુ શાળાના 300 વિધાથીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. જ્યારે શિક્ષકદિન નિમિત્તે ગુરુ વંદના કરવામાં આવી હતી. પ્રસંગે હષર્દભાઇ શુકલ, ગીરીશભાઇ ભટ્ટ, કરમશીભાઇ મીઠાપરા, રાજુભાઇ પરમાર, ભરતસિંહ રાઠોડ સહીત અનેક આચાર્યનું સન્માન કરાયુ હતુ. કાર્યક્રમમાં લાલબાપા મંદીરના સંત અમરદાસજી, આશિવાદ વિકલાંગના રામભાઇ જાદવ, મનુભાઇ રાજપુત, રવિભાઇ જોગરાણા, મોટી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતા.તસવીર-પરેશ રાવલ

સાયલામાં ગણેશ ઉત્સવમાં ગુરૂવંદના

સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વજનિક ગણેશ ઉત્સવની ધૂમ ચાલી રહી છે ત્યારે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો