તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂડા પંથકમાં ભાદરવો ભરપૂર : 1 ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂડાપંથકમાં વરસાદ નહીં થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. પરંતુ શ્રાવણી સાતમ આઠમ ઉપર વરસાદ થતા ખેડૂતોને રાહત થઇ હતી. ત્યારબાદ મંગળવારે ભાદરવો ભરપૂર વરસતા 1 ઇંચ થી વધુ વરસાદ થતા ખેડૂતોએ રાહતની લાગણી લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા પંથકમાં છેલ્લા બે વર્ષથી વરસાદની ઘટ પડતી જાય છે. વર્ષે તો અડધો શ્રાવણ માસ વીતી ગયો છતા બીજીવાર વાવણી કરેલા પાકો માટે વરસાદ નહી થતા ખેડૂતોનાં જીવ અધ્ધર થઇ ગયા હતાં. પરંતુ શ્રાવણ માસની છઠ્ઠ-સાતમ-આઠમ એમ ત્રણ દિવસ જોરદાર વરસાદ થતા ચૂડાના જળશયોમાં નવા નીર આવતા ખેડૂતોમાં ફરી આશાનું કિરણ ફૂટ્યુ હતું. ત્યારબાદ પંદર દિવસ જેવો સમય વિતી ગયો છતાં વરસાદ થતા તેમજ ભાદરવાનો તેજદાર તડકાના કારણે મોલ ઉપર અસર દેખાવા લાગી હતી. પરંતુ મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ એકાએક જોરદાર પવન સાથે મોટા ફોરાએ વરસાદ શરૂ થયો હતો. જેમાં માત્ર 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરાસદ વરસી પડયો હતો. જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી. ચૂડામાં થોડા થોડા અંતરે વરસાદ થતો રહે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યાં છે.

ખેડૂતોનાં ખેતરમાં મોલ પર કાચુ સોનુ વરસ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો