તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • લીંબડી હાઈવે પર ડોળીયા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી હાઈવે પર ડોળીયા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલાલીંબડી નેશનલ હાઇવે પર ખાસ કરીને ટેન્કરો પલટી ખાવા માટે કુખ્યાત બનેલી ડોળીયા બાઉન્ડ્રી પર વધુ એકવાર ટેન્કરે પલટી મારી હતી. પરીણામે હાઇવે પર ચીકાશયુકત કેમીકલ ઢોળાતા તંત્રમાં દોડધામ મચી હતી. આથી હાઇવે પર ઘટના સ્થળે દોડી આવેલી હાઇવે મોબાઇલે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.

સાયલા નેશનલ હાઇવે પર આવેલી ડોળીયા બાઇન્ડ્રીની ઓછી ગોળાઇને કારણે પૂરપાટ આવતા પ્રવાહી ભરેલા ટેન્કરો પલટી ખાવાની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. ત્યારે વધુ એક ટેન્કરે ગૂંલાટ ખાધી હતી. કચ્છથી સાબુ બનાવવા માટેનું કેમીકલ ભરી અંકલેશ્વર જવા માટે ચાલક ટેન્કર લઇને રવાના થયો હતો. દરમિયાન ડોળીયા બાઉન્ડ્રી પાસે ટેન્કરે પલટી ખાધી હતી. આથી તેમા ભરેલુ ચીકાશયુકત કેમીકલ રસ્તા પર ઢોળાઇ ગયુ હતુ. બનાવની જાણ થતા હોઇવે મોબાઇલ ઘટનાસ્થળે દોડી પહોચી હતી. અને ઢોળાયેલા કેમીકલને કારણે બીજા કોઇ વાહનો સ્લીપ ખાય તે માટેની વ્યવસ્થા કરીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.

હાઈવે પર ડોળીયા બાઉન્ડ્રી પર કેમીકલ ભરેલ ટેન્કર પલટી ખાતા દોડધામ મચી હતી. તસવીર-ભાસ્કર

ચીકાશયુકત કેમિકલ હોવાથી બીજા વાહનો સ્લીપ ખાવાનો ભય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો