તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરણેતરિયા મેળાના માણીગરોની STને લ્હાણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લાના સુપ્રસિધ્ધ ભાતગળ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. ત્યારે લોકોને માટે મેળા સુધી પહોંચાડવા માટે એસ.ટી.તંત્ર દ્વારા અંદાજે 200થી વધુ બસો દોડાવવામાં આવી હતી. જેમાં મેળાના માણીગરોએ એસટીનો લાભ લેતા તંત્રને ચાર દિવસમાં રૂ. 45.71 લાખની આવક થઇ હતી.

સંસ્કારો તેમ સંસ્કૃતિના જતન સાથે દર વર્ષે ભરાતા તરણેતર મેળામાં લાખોની જનમેદની ઉમટી પડે છે. ત્યારે તા. 4થી 7 સુધી એસ.ટી.તંત્ર દ્વારા 200થી વધુ બસોનું સંચાલન કરાયું હતું. મેળાના દિવસો દરમિયાન સુરેન્દ્રનગર ડેપોની બસોએ રૂ. 5.16 લાખ, થાન-રૂ. 2.34, રાજકોટ રૂ. 8.33, ચોટીલા રૂ. 11.46, મોરબી-3.89 લાખની આવક કરી હતી. ધ્રાંગધ્રા ડેપોએ રૂ. 6.53 લાખ, હળવદ -7.34 તેમજ વાંકાનેર ડેપોની બસો સહિત કુલ રૂ. 45.71 લાખની આવક થઇ હતી. અંગે સુરેન્દ્રનગર ડેપો મેનેજર જે.આર.અગ્રવાતે જણાવ્યું કે, તરણેતરના ચાર દિવસના મેળા દરમિયાન 200થી વધુ બસો લોકો માટે દોડાવી હતી. જેમાં દિવસો દરમિયાન એસ.ટી.તંત્રને રૂ. 45.71 લાખની આવક થઇ હતી. અને વર્ષે બસોના ભાડામાં કોઇ પણ જાતનો વધારો કરીને મેળામાં લોકોને મુશ્કેલી પડે તે માટે સંચાલન કરવામાં આવ્યુ હતું.

ચોટીલા ડેપોને સૌથી વધુ રૂ. 11.46 લાખ, કુલ આવક રૂ. 45.71 લાખની આવક

થાનતાલુકાના તરણેતરમાં યોજાતા લોકમેળામાં દેશ-વિદેશથી લાખો લોકો મેળાની રંગત માણવા આવે છે. ત્યારે ત્યાં હૈયે હૈયુ દળાય તેવી ભીડમાં મહિલાઓના ચેઇન સ્નેચીંગ અને ખીસ્સા કાતરવાના બનાવો બન્યા છે. જેમાં 100થી વધુ બનાવો બનતા મેળાના માણીગરોમાં રોષ ફેલાયો છે. થાન તાલુકાના તરણેતરમાં યોજાતા લોકમેળામાં મેળાની મોજ માણવા દેશ-વિદેશથી લાખો લોકો આવે છે. ત્યારે મેળાના મેદાનમાં એકઠી થયેલી જનમેદનીનો પાકીટમારો અને ચેઇનસ્નેચરો દ્વારા ખીસ્સા કાતરવાના કે ચેઇન સ્નેચીંગ તેમજ મોબાઇલ ચોરી કરવાના બનાવો બનવા પામ્યા હતા. એક અંદાજ પ્રમાણે મહિલાઓની ડોકમાંથી ચેઇનસ્નેચીંગના તેમજ મોબાઇલ ચોરી અને ખીસ્સા કાતરવાના 100થી પણ વધુ બનાવો બનવા પામ્યા છે. જ્યારે પોલીસની દરેક સ્પોટ ઉપર હાજરી હોવા છતા આવા બનાવો બનતા મેળો માણવા આવતા માણીગરોમાં રોષ ફેલાયો છે.

મેળામાં ખિસ્સાકાતરૂની રંજાડ, 100થી વધુનાં ખિસ્સા હળવાં થયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો