તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી કવાર્ટસની રાહ જોતા 100 વધુ કર્મચારીના પરિવારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં જિલ્લા બહારથી દરેક વર્ગના કર્મચારીઓ ફરજ બજાવે છે. ત્યારે કર્મચારીઓને રહેવા માટે સરકારી કવાટર્સ બનાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા સમયથી સરકારી કવાટર્સ મેળવવા માટે 100થી વધુ અરજીઓ ધૂળ ખાઇ રહી હોવાની વિગતો બહાર આવી છે. જેમાં છેલ્લા આઠ માસ કરતા વધુ સમયથી તો કવાટર્સ ફાળવવા માટેની એલોટમેન્ટ કમિટીની બેઠક મળી નથી. આથી સરકારી કર્મચારીઓને ના છૂટકે મોંઘા ભાડા ચૂકવીને પરિવાર સાથે રહેવુ પડે છે.

સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરી, જિલ્લા પોલીસ વડાની કચેરી, જિલ્લા પંચાયત, માર્ગ મકાન વિભાગ અને કોર્ટમાં હજારો કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમાં અનેક કર્મચારીઓ તો જિલ્લા બહારથી આવી ઝાલાવાડમાં નોકરી કરે છે. કર્મચારીઓએ ઝાલાવાડમાં બદલી થતાની સાથે રહેવા માટે કવાટર્સની માંગણી સાથે અરજી કરે છે. પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં સરકારી કર્મચારીઓને કવાટર્સ મળતા સરકારી કર્મચારીઓની મુશ્કેલી વધી છે. જેમાં પરિવાર સાથે આવેલા સરકારી કર્મચારીઓ મોંઘા ભાડા ચૂકવીને વસવાટ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા માર્ગ મકાન વિભાગ પાસે બી વર્ગના કર્મચારીઓની 65, સી વર્ગના કર્મચારીઓની 27 અને ડી વર્ગના કર્મચારીઓની બે અરજી લાંબા સમયથી પડતર છે. સામાન્ય રીતે સરકારી કવાટર્સ ખાલી થાય ત્યારે એલોટમેન્ટ કમીટીની બેઠક બોલાવી સરકારી કર્મચારીઓને મકાન ફાળવી દેવાતા હોય છે. પરંતુ ઝાલાવાડમાં છેલ્લા આઠ માસથી એલોટમેન્ટ કમીટીની બેઠક મળી નથી. ત્યારે લાંબા સમયથી સરકારી કવાટર્સની રાહ જોતા કર્મચારીઓને તાકિદે રહેવા માટે સરકારી મકાન મળે તેવી માંગ કર્મચારીઓમાં ઉઠી છે.

અંગે માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર આર.કે.મેરઝાએ જણાવ્યુ કે, સરકારી કવાટર્સ ખાલી થાય ત્યારબાદ એલોટમેન્ટ કમીટીની બેઠક મળે છે. અને બેઠકમાં નક્કી થયા મુજબ સરકારી કર્મચારીઓને કવાટર્સ ફાળવવામાં આવે છે. જયારે છેલ્લા આઠ માસથી એલોટમેન્ટ કમિટીની બેઠક મળી નથી વાત સાચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો