તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુ.નગરમાં ગુરૂભકિતનો મહાસાગર આજે છલકાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ વિવિધ ધાર્મિક મંદિરોમાં અષાઢી પૂનમ મંગળવારે ગુરૂ પૂર્ણિમા ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે.

સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા મંદિર ખાતે મહામંડલેશ્વર કણીરામબાપુનું ગુરૂપૂજન કરી ભકતો ધન્યતા અનુભવશે. પ્રસંગે કોઠારી મુકુંદરામબાપુ સહિતના સંતો અને ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ ગુરૂકૂળ ખાતે ગુરૂપૂજન, ધૂન સહિતના કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના પુરાણી મહાત્મા સ્વામી, દર્શન સ્વામી સહિત હરિભકતો તૈયારીઓ કરી રહ્યા છે. મૌની ભીક્ષુ સંપૂર્ણાનંદજી બાપુને ગુરૂવંદના કરવા માટે તપોવન ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયુ છે. વઢવાણના શહેરનાં સ્વામિનારાયણ મંદિર, લાલજી મહારાજની જગ્યા, રામમોલ મંદિર, ગુલાબસાહેબની જગ્યા,માળોદ રોડ પર આવેલ ટાઢીવડલી ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવનાર છે.

ચોટીલા: મહાવીરપુરમતિર્થમાં પૂણ્યોદયસાગરની નિશ્રામાં, ધારશીભગતજીની મોટી જગ્યાના મહંત હરિપ્રસાદબાપુની નિશ્રામાં, માંડવવનના ખોડિયાર આશ્રમના રામાનંદબાપુના માર્ગદર્શન નીચે ગુરૂપૂજન અને સત્સંગ યોજાશે.

મૂળી: સ્વામિનારાયણમંદિર ખાતે ગુરૂપૂજન સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં મહંત શ્યામસુંદરદાસજી સહિતના સંતો અને ભકતો ઉમટી પડશે. જયારે દૂધઇ વડવાળા મંદિર ખાતે ગુરૂપૂજન, આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં મહંત રામબાલકદાસબાપુ સહિતના ભકતો જહેમત ઉઠાવી રહ્યા છે.

ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસ કો લાગુ પાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો