તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમ્બિંગ નાઇટ : દારૂ-જુગારની બદી પર દરોડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય પોલીસ મથકોના વિસ્તારોમાં કોમ્બિંગ નાઇટનાં આદેશો પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત પોલીસ ટીમે બી-ડિવીઝનની હદમાં આવતા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ સાથે ચેકિંગ હાથ ધર્યુ હતું. ત્યારે રાત્રે દૂધની ડેરી પાસે જાહેરમાં ચાલતા જુગારના સ્થળ પર છાપો મારતા જુગારીઓમાં નાસભાગ મચી હતી.

પોલીસે જુગાર ખેલતા શૈલેષભાઇ, રોહીતભાઈ, રમેશભાઈ, ચિરાગભાઈ અને અનિલભાઈને ઝડપી લીધા હતાં. અને રૂ. 7,510ની રોકડ જપ્ત કરી હતી. જ્યારે ઉપાસના સર્કલ પાસેથી રાત્રિના સમયે બાઈક લઇને નીકળેલા શખ્સને અટકાવીને તલાશી લેતા વિદેશી દારૂની રૂ. 3,900ની કિંમતની 12 બોટલી મળી આવી હતી. પોલીસે શખ્સની પૂછપરછ કરતા કૈલાસપાર્કમાં રહેતા જયદેવસિંહ બી. જાડેજા હોવાનું જણાવ્યું હતું. બંને બનાવની વધુ તપાસ જે.કે.રાણા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો