તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સ્વુડા’ ઠરાવ પાલિકાએ ફગાવ્યો, હવે સરકાર સર્વોપરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરવઢવાણ જોડીયા શહેર માટે સ્વુડાના પ્રશ્નો લાંબા સમયથી લટકતો રહ્યો છે. ત્યારે વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાં સ્વુડા રદ કરવાનો ઠરાવ કરી કોંગ્રેસ બોડીએ રાજકીય સોંગઠી મારી છે. ઠરાવ સર્વાનુમત્તે પસાર થઇ જતા હવે મામલો ક્લેકટર અને રાજય સરકારમાં પહોંચ્યો છે. સામાન્ય સભામાં 20થી વધુ વિકાસના કામોને મંજૂરીની મહોર લાગી છે.

સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર અને જોરાવરનગરને જોડીને શહેરી વિકાસ સત્તા મંડળ (સ્વુડા) બનાવાયું છે. પરંતુ સ્વુડાના અમલી કરણમાં વિલંબ થતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. આથી સ્વુડા રદ્દ કરવા માટે દરમ્યાન વઢવાણ નગર પાલિકાની ખાસ સામાન્ય સભા સોમવારના રોજ બોલાવવામાં આવી હતી. સામાન્ય સભામાં વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઇ દવેએ સ્વુડા રદ્દ કરવાનો એજન્ડા મુકતા સર્વાનુમત્તે ઠરાવ પસાર થઇ જતા રાજકીય ગરમાવો ફેલાયો છે.

વઢવાણ નગરપાલિકાની વિશેષ સોમવારે મળેલી સામાન્ય સભા ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા, ઊપપ્રમુખ કનેશ સોલંકીની ઉપસ્થિતિમાં શરૂ થઇ હતી. સભામાં 27થી વધુ એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બે થી વધુ એજન્ડાઓ પેંન્ડીંગ કે નામંજૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત જૂદી જૂદી ગ્રાન્ટો માંથી 20 થી વધુ વિકાસના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાં 50થી વધુ કેન્ટ્રાક્ટ બેઇઝ કામદારોને ત્રણ મહિનાથી કરાયાની રજૂઆત કરાઇ હતી. આથી કોન્ટ્રાકટરો દ્વારા કેમ પગાર નથી થયો અને બાકી બે મહિના બિલ આપ્યાની તપાસણી કરાઇ હતી.

સ્વૂડા રદ કરવાનો ઠરાવ કરવા પાછળ મહત્વના કારણો

હવે સ્વુડાનો દડો કલેક્ટર કચેરીમાં

ઠરાવ કાઢી નંખાશે તો કોર્ટમાં ધા નંખાશે

{ તા.28/08/ 2012ના દિવસે સ્વૂડાની જાહેરાત થયા બાદ હજૂ સુધી નીતી સ્પષ્ટ થઇ નથી. { સ્વૂડામાં સમાવેલા 20થી વધુ ગામનો સ્વૂડામાં જોડાવાનો વિરોધ હતો. { સ્વૂડાનો જાહેર કરેલા નુકશાનો ખેડૂતો અને બિલ્ડરોએ પણ જબરો વિરોધ કર્યો હતો. { સ્વૂડાના અટપટ્ટા નીયમથી કન્સ્ટ્રકશન ઠપ્પ થઇ ગયું હતું. { વઢવાણ અને જોરાવરનગરમાં ગામતળનાં નિયમોનો જબરો વિરોધ { નકશામાં જાહેર કરેલા ગ્રીનઝોન, ઔધોગીક ઝોન, આડેધડ જાહેર કરાયા હતા. { સુરેન્દ્રગનર, વઢવાણ, જોરાવરનગર, દૂધરેજ ફરતા જાહેર કરેલા રીંગરોડમાં નદી-નાળા રેલ્વેને ધ્યાને લેવાયા હતા.

વઢવાણ નગરપાલિકા સામાન્ય સભામાં સ્વૂડા રદ કરવાનો સર્વાનું મતે બહુમતીથી ઠરાવ કરાયો છે. આથી ઠરાવ કલેક્ટર કચેરીમાં મોકલાશે. જે ઠરાવની ચકાસણી કલેક્ટર કરશે જેમાં ઠરાવ માન્ય કે યોગ્ય જાહેર થાયતો સ્વુડા રદ્દ થશે અને જો ઠરાવ કાઢી નાંખવામાં આવેતો કોર્ટમાં જવુ પડે તેમ નિષ્ણાંતોએ જણાવ્યું હતું.

^આ અંગે વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઇ દવેએ જણાવ્યું હતું કે વઢવાણ શહેર ઐતિહાસિક ગામતળ છે. આથી ખેડૂતો અને નાના માણસના હિતમાં સ્વુડા રદ્દ કરવાનો સર્વાનું મતે નિર્ણય કરાયો છે. કલેક્ટર કચેરી દ્વારા ઠરાવ કાઢી નંખાશે તો વઢવાણની જનતા માટે કોર્ટના દરવાજા પણ ખટખટાવાશે.

સભામાં બાંધકામ ચેરમેન-ચીફઓફિસર આમને સામને

હમ સાથ સાથ | શહેરી વિકાસ સત્તા મંડળનો ઠરાવ રદ કરવા શાસક કોંગ્રેસની પહેલને ભાજપનું પણ સમર્થન

વઢવાણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં સ્વુડા રદ કરવાનો સરર્વાનુમતે નિર્ણય સાથે વિકાસના કામોને મંજૂરીની મહોર લાગી હતી. તસવીર - અસવાર જેઠુભા

વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાં અનેક સભ્યોએ રજૂઆતો કરી હતી. જેમાં બાંધકામ ચેરમેન ગજેન્દ્રસિંહ પરમારે, ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. જેમાં વઢવાણ શહેરમાં રસ્તાની ગુંણવત્તા, શૌચાલયોના બાંધકામમાં લોલમલોલ અને પ્રસૃતિ ગૃહની ચડત રકમની માંગ કરી હતી. આથી સામાન્ય સભા આથી સામાન્ય સભામાં ચીફઓફિસર અનેબાંધકામ ચેરમેન આમને સામનેનો ધાટ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો